હાશકારો:જામનગરમાં ત્રીજા દિવસે કોરોનાથી કોઇ મૃત્યુ નહીં, કોવિડ હોસ્પિટલમાં 2 સિવાય બધા વોર્ડને તાળા

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં નવો કેસ નહીં, જિલ્લામાં 1 પોઝિટિવ

જામનગર શહેરમાં 24 કલાકમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે જિલ્લામાં એક કેસ નોંધાયો છે. શહેર અને જિલ્લાના 2 દર્દીને રજા આપવામાં આવી છે. જી.જી.હોસ્પિટલમાં છેલ્લા 72 કલાકમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. માત્ર પાંચ દર્દી સારવાર હેઠળ છે.

જામનગર શહેર અને જિલ્લામાં એકાદ સપ્તાહથી કોરોનાના ગણ્યાગાંઠયા પોઝિટિવ કેસ નોંધાયા હતા. પરંતુ શુક્રવારે શહેરમાં એક પણ કેસ નોંધાયો નથી. જો કે જિલ્લામાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. મૃત્યુના મામલે પણ રાહત યથાવત રહી છે. કારણ કે, શુક્રવારે સતત ત્રીજા દિવસે એક પણ દર્દીનું મૃત્યુ નિપજયું નથી. જી.જી હોસ્પિટલના કોવિડ વિભાગમાં 720 બેડની સુવિધા ઉપલબ્ધ છે, જે હોસ્પિટલ ખાલીખમ થઇ છે. માત્ર 5 દર્દી જ સારવાર મેળવી રહ્યા છે. કોવિડ-એ બિલ્ડીંગમાં કોરોનાના દર્દીઓ માટે માત્ર 2 વોર્ડ ચાલુ રહ્યા છે. આમ શહેર સહિત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં ઘટાડો થયો છે.