કસોટી:ધો.12ની પરીક્ષાના બીજા દિવસે કોપી કેસ નહીં

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં ધો.12 સા. પ્રવાહની પૂરક પરીક્ષામાં બીજા દિવસે કોઇ કોપી કેસ નોંધાયો ન હતો. શહેરમાં સોમવારથી 6 કેન્દ્ર પર ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા શરૂ થઇ છે. મંગળવારે ઇતિહાસ અને આંકડાશાસ્ત્ર વિષયનું પેપર લેવાયું હતું. ઇતિહાસના પેપરમાં 17 માંથી 16 અને આંકડાશાસ્ત્ર વિષયના પેપરમાં 660માંથી 577 વિધાર્થી હાજર રહ્યા હતાં. જયારે બંને પેપરમાં કુલ 84 વિધાર્થી ગેરહાજર રહ્યા હતાં. આંકડાશાસ્ત્રનું પેપર પ્રમાણમાં સરળ રહેતા વિધાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. બીજા દિવસે કોઇ કોપી કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો દમ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...