તૈયારીઓ:નિરંકારી સંતસમાગમ તા. 27થી 29 વર્ચ્યુઅલી જીવંત પ્રસારણ

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 74માં વાર્ષિક નિરંકારી સંત સમાગમની તૈયારીઓ શરૂ

વિશ્વાસ, ભક્તિ અને આનંંદના પ્રતિકસમા ૭૪મા વાર્ષિક નિરંકારી સંત સમાગમની તૈયારીઓ ચાલી રહી છે. તા. 27 થી 29 સુધી કાર્યક્રમ યોજાશે. વર્ચ્યુઅલ યોજાનાર કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે. જામનગરના સંયોજક મનહરલાલ રાજપાલજીએ જણાવ્યું કે, 74મો વાર્ષિક નિરંકારી સંત સમાગમની તૈયારીઓ આ વર્ષે વર્ચ્યુઅલ રૂપમાં પૂર્ણ સમર્પણ અને સજાગતાની સાથે કરવામાંં આવી રહી છે.

જેમાં સંસ્કૃતિ અને સંપ્રભુતાની બહુરંગી છટા આ વર્ષે પણ વર્ચ્યુઅલ રૂપમાં દર્શાવવામાં આવશે. આ બધી તૈયારીઓ સરકાર દ્વારા રજૂ કરેલા કોવિડ-19ના નિર્દેશોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. આ વર્ષે સમાગમની તા. 27, 28 અને 29એ કરવામાં આવી છે.

આ વર્ષે નિરંકારી સંત સમાગમનો મુખ્ય વિષય વિશ્વાસ, ભક્તિ, આનંદ પર આધારિત છે. જેમાંં વિશ્વભરથી વક્તા, ગીતકાર તેમજ કવિજન પોતાની પ્રેરક અને ભક્તિમય પ્રસ્તૂતિ વ્યક્ત કરશે. સંપૂર્ણ કાર્યક્રમનું સીધું પ્રસારણ મીશનની વેબસાઈટ તેમજ ટી.વી.ના માધ્યમ દ્વારા કરાશે. મિશનના ઈતિહાસમાં આ પ્રથમવાર થવા જઈ રહ્યુું છે કે, આ ત્રણ દિવસ સદ્ગુરૃ માતા સુદીક્ષાજીનું પોતાના પાવન પ્રવચનો દ્વારા માનવ માત્રને આશીર્વાદ પ્રદાન કરશે.

આ વર્ષનો કાર્યક્રમ પૂર્ણતઃ વર્ચ્યુઅલ રૂપમાં આયોજિત કરાયો છે તો પણ આ જીવંત રૃપ આપવા માટે મિશન દ્વારા દિવસ-રાત અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેથી બધા આનંદ પ્રાપ્ત કરી શકે. આ બધંુ સદ્ગુરુ માતા સુદીક્ષાજી મહારાજના દિવ્ય માર્ગદર્શન દ્વારા સંભવ થઈ શકયું છે.

અન્ય સમાચારો પણ છે...