ધરપકડ:નાના થાવરિયામાં 2 મહિલા સહિત 9 શખસો જુગાર રમતા પકડાયા

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1.36 લાખની રોકડ, વાહનો સહિત 9.36 લાખનો મુદ્દામાલ કબજે

જામનગર તાલુકાના નાના થાવરિયા ગામે ફાચરીયા ગામના પાટિયા પાસે એક આસામીના કબજાની વાડીમાં ચાલતા જુગાર પર એલસીબીએ દરોડો પાડી બે મહિલા સહિત નવ શખસોને પકડી પાડ્યા છે. પોલીસે આરોપીઓના કબજામાંથી રૂા.1.36 લાખની રોકડ અને વાહનો સહિત નવ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જામનગર નજીકના કાલાવડ રોડ પર આવેલ નાના થાવરિયા ગામે ફાચરીયા ગામના પાટિયા પાસે વાડી ધરાવતો નવલસિંહ ભીખુભા જાડેજા રહે.રાંદલનગર રાંદલમાતાજીના મંદિર પાસે જામનગર વાળો સખ્સ બહારથી જુગાર રશીકો બોલાવી જુગાર રમાડતો હોવાની એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન જીજ્ઞેશભાઇ મનસુખભાઇ દેવમુરારી રામાનંદી સાધુ, રમેશભાઇ બચુભાઇ કરંગીયા, હરીશભાઇ જસમતભાઇ ભેસદડીયા, ખોડુભાઇ વિરજીભાઇ ગજેરા, રમેશભાઇ બચુભાઇ મારકણા, પરજીતસિંહ ઉમેદસિંહ કંચવા, કાજલબેન જયેશભાઇ વીક્રમભાઇ પરમાર અને સોનલબેન મહેન્દ્રભાઇ ભવાનભાઇ કાનાણીને પકડી પાડ્યા હતા. પોલીસે તમામના કબજામાંથી રૂા.1,36,250 તથા રૂા.8,00,000ના ત્રણ વાહનો મળી રૂા.9,36,250ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...