લોકોમાં કુતુહલ:જામનગર શહેરમાં નીલગાયનું ઝુંડ ચડી આવ્યું, શહેરીજનોએ સેલ્ફી લીધી

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેરમાં છેલ્લા બે દિવસથી પાંચ નીલગાયનું ઝુંડ ચડી આવતા કુતુહલ ફેલાયું છે. લોકો હરણ સાથે સેલ્ફી લેતા નજરે પડ્યા હતા. શહેરના અલગ અલગ વિસ્તારમાં નીલ ગાયોનું ઝુંડદેખાતા લોકોના ટોળા એકઠા થયા હતા. નીલગાય ચંચળ સ્વભાવને કારણે મુખ્યત્વે રાત્રીના સમયો સીમ વિસ્તારોમાં જોવા મળે છે અને ઉભા પાકોને એક રાતમાં નષ્ટ કરી દે છે, પરંતુ આ નીલગાય શહેરમાં જોવા મળી છે. ફોરેસ્ટ વિભાગ પોતાની અલગ અલગ માગણીને લઈને આંદોલનના માર્ગે છે જેથી નીલ ગાયને પકડવી પણ મુશ્કેલ બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...