તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:શહેરમાં રાત્રીનું તાપમાન સ્થિર, પારો 13 ડિગ્રી

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભેજ વધતા પરોઢિયે છવાયુ ગાઢ ધુમ્મસ

જામનગરમાં સપ્તાહ સુધી તિવ્ર ઠંડીના મુકામ બાદ મંગળવારે સતત બીજા દિવસે પણ લઘુતમ તાપમાન 13 ડિગ્રી પર સ્થિર રહ્યુ હતુ. જેથી તિવ્ર ઠંડીથી રાહતનો અહેસાસ જનજીવને કર્યો હતો.મહતમ તાપમાન એક ડિગ્રી ઉંચકાયુ હતુ જેથી બપોરે હુંફાળુ વાતાવરણ રહયુ હતુ.બીજી બાજુ ભેજના ઉંચા પ્રમાણના કારણે વહેલી સવારે ગાઢ ધુમ્મસનુ આવરણ છવાયુ હતુ.

જામનગરમાં સોમવારથી ઠંડીનુ જોર ઘટતા સપ્તાહ સુધી કડકડતી ઠંડીના સકંજામાં સપડાયેલા જનજીવને આંશિક રાહત અનુભવી હતી. જામનગરમાં મંગળવારે પણ લઘુતમ તાપમાન 13 ડિગ્રીએ સ્થિર થયુ હતુ.બીજી બાજુ ભેજનુ પ્રમાણ હજુ 68 ટકા જેટલુ ઉંચુ રહેતા વહેલી સવારે ગાઢ ધુમ્મસનુ આવરણ છવાયુ હતુ જેના કારણે જુદા જુદાઘોરીમાર્ગો પર આવા ગમન કરતા વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કર્યો હતો.બીજી બાજુ ઝાકળ વર્ષાના કારણે માર્ગો પણ થોડા ભીંના થયા હતા. જામનગરમાં લગભગ એક સપ્તાહ બાદ મહતમ તાપમાનનો પારો ક્રમશ: વધી મંગળવારે 29 ડિગ્રીએ પહોચી ગયો હતો,આથી બપોરના સમયે વાતાવરણ હુંફાળુ રહયુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો