રંગોળી:જામનગરમાં નવા વર્ષે મહિલાઓએ ભગવાન શ્રીકૃષ્ણ, મહાદેવ, ફ્લાવર, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતની અલગ-અલગ થીમ પર રંગોળી બનાવી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓએ બનાવેલી અવનવી રંગોળીઓ આજુબાજુના વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની

જામનગરમાં નવા વર્ષની શરૂઆતની સાથે નુતન વર્ષાભિનંદનના દિવસે શહેરમાં અલગ-અલગ જગ્યાએ મહિલાઓએ પોતાના ઘરને સુશોભન કરતી રંગોળીઓ બનાવી હતી. મહિલાઓએ અલગ-અલગ થીમ પર રંગોળી કરી હતી.

શહેરમાં દિવાળી તહેવારને લઈ મહિલાઓએ પોતાના આંગણે અવનવી રંગોળી બનાવી હતી. જેમાં દેવી દેવતા, ભગવાન શ્રીકૃષ્ણ, મહાદેવ, ફ્લાવર, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતની અલગ અલગ થીમ પર રંગોળી તૈયાર કરી છે.

કૃપા રામાણી, અદિતિ, પૂનમ, પ્રજ્ઞા રામાણી પરિવારે એક સાથેનું ફૂલ રંગોળી તૈયાર કરી હતી. જેમાં 6 ફૂટ x 6ફૂટ બ્લૂઝના શેડ્સ પર 7 કલાક મહેનત બાદ આ રંગોળી તૈયાર થઈ હતી. દેવોના દેવ મહાદેવની રંગોળી દિક્ષિતા, ધરતી, જીયા રામાણીએ તૈયાર કરી હતી. જે 4 કલાકની મહેનત બાદ 5 ફૂટની રંગોળી બનાવવામાં આવી હતી. કોમલ, ડીસા શ્વેતા સહિતની બેહનોએ 14 કલાકની મહેનત બાદ 6 ફૂટની ઠાકોરજીની રંગોળી તૈયાર કરી હતી.

દેશને એક સુત્રે બાંધનારા ભારત દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ રંગોળી જામનગરના વતની અને સત્યમ કોલોનીમાં રહેતા જેસિકા વેગડ, હેતલ વેગડ અને દિવ્યા ધોકિયાએ બનાવી હતી.

સરદાર પટેલની આ રંગોળી 6 કલાકની જહેમત બાદ આકાર પામી હતી. જે આજુબાજુના વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. જય જવાન, જય કિસાનના નારા સાથે રંગોળી તૈયાર કરવામાં આવી છે.

તેમજ ગાંધીનગર મોમાઈ નગરમાં રહેતી આરતીબા, હિનાબા, કોમલબા ગોહિલે શ્રી કૃષ્ણ અને રાધાની રંગોળી તૈયાર કરી છે.જ્યારે દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી વિસ્તારમાં જાનવિ રાઠોડ ફ્લાવર્સ સેઇડ રંગોળી બનાવી હતી

આ ઉપરાંત શહેરમાં અલગ-અલગ જગ્યાએ સુંદર મજાની રંગોળી બનાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...