લાખોટા-રણમલ તળાવમાં નવા નીર:જામનગરની શાનસમા બન્ને તળાવમાં પાણીની આવક, નજારો જોવા વરસતાં વરસાદમાં સહેલાણીઓ તળાવની પાળે પહોંચ્યા

જામનગર3 મહિનો પહેલા
  • નવા નીરની આવક થતા સિટી એન્જિનિયર લાખોટા તળાવ ખાતે પહોંચ્યા

જામનગરના રણમલ તળાવમાં નવા નીર ની આવક શરૂ થઈ છે, ત્યારે રળિયામણો દ્રશ્ય નિહાળવા અને વરસાદમાં મોજ માણવા માટે શહેરીજનો મોટી સંખ્યામાં તળાવની પાળ ખાતે ઉમટી પડ્યા છે. જામનગર શહેરની મધ્યમાં આવેલા જામનગરની શાન સમાન રણમલ તળાવમાં નવા નીરની આવક શરૂ થઈ છે. વરસાદના પ્રથમ રાઉન્ડમાંજ રમલ તળાવમાં નવા નીર આવતા લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.

મોડી રાતથી ધીમી ધારે વરસાદ
બીજી તરફ જામનગરમાં હવામાન ખાતાની આગાહી મુજબ મોડી રાતથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. જામનગરની જીવા દોરી સમાન રણજીતસાગર ડેમમાં પણ એક ફૂટથી વધુ નવા નીર આવ્યા છે. બીજી તરફ દરેડ નજીક ખોડીયાર માતાજી મંદિરની નહેર પાણીની આવક શરૂ થઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે.

સહેલાણીઓ નજારો જોવા પહોંચ્યા
રણમલ તળાવ અને લાખોટામાં નવા નીરને નિહાળવા અને વરસાદનો આનંદ માણવા માટે તળાવની પાળે પહોંચતા સહેલાણીઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, નવા નીરની આવક જોવા માટે આવ્યા છીએ. અમે વરસાદની મોજ માણવા અને આ નજારો જોવા માટે અહીં આવ્યા છીએ.

મનપા તંત્ર પણ એલર્ટ
બન્ને તળાવમાં નવા નીરની આવક થતાં અને પાણીનો વધારો થતાં મહાનગરપાલિકા તંત્ર એલર્ટ થયું છે. મનપાના સિટી એન્જિનિયર ભાવેશ જાની પણ રણમલ અને લાખોટા તળાવ ખાતે પહોંચ્યા છે અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જામનગરમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ જ્યારે દરરોજની એવરેજ બેથી અઢી ઇંચની આવે છે વરસાદ પડ્યો છે અને અત્યાર સુધી જામનગરમાં કુલ 12 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. કેનાલમાં પણ 35 ટકા જેટલા પાણીની આવક છે જે શહેરીજનો માટે ખુશીના સમાચાર સમાન છે.

અન્ય સમાચારો પણ છે...