• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • New Nakor Dustbin And Triguard Are Eating Dust In Jamnagar Municipal Corporation Complex, Opposition Members Pay Homage By Wearing Garlands

નવતર વિરોધ:જામનગર મનપા સંકુલમાં ધૂળ ખાઈ રહ્યા છે નવા નકોર ડસ્ટબીન અને ટ્રીગાર્ડ, વિપક્ષી સભ્યોએ હાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપી

જામનગર20 દિવસ પહેલા
  • ધૂળ ખાતા ડસ્ટબીન અને ટ્રી ગાર્ડનો ઉપયોગ કરવા રજૂઆત કરવામાં આવી

જામનગર મહાનગરપાલિકામાં તંત્રએ ઢગલા મોઢે ડસ્ટબીન તેમજ ટ્રીગાર્ડની ખરીદી કર્યા બાદ જેનો આજ દિસવ સુધી ઉપયોગ કરવામાં ન આવ્યો હોય અને ધૂળ ખાતી હાલતમાં વિપક્ષના ધ્યાનમાં આવતાં આજ રોજ નવતર કાર્યક્રમ યોજી વિપક્ષ દ્વારા ટ્રીગાર્ડ તેમજ ડસ્ટબીનને હાર પહેરાવી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

નવતર કાર્યક્રમ યોજી શાસકોનું ધ્યાન દોરવાનો પ્રયાસ
જામનગર મહાનગર પાલિકાના પટાંગણમાં છેલ્લા ઘણા સમયથી ઢગલાબંધ ડસ્ટબીન તેમજ ટ્રીગાર્ડ નવા નકોર ધૂળખાતી હાલતમાં પડયા હોય અને જામ્યુકોનું તંત્ર ઉપયોગ ન કરતું હોય તેમજ જામ્યુકોની તિજોરીમાં પડેલા પ્રજાના પૈસાનો દૂરપયોગ કરવામાં આવતો હોય ત્યારે જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા આનંદ રાઠોડ તેમજ રચનાબેન નંદાણિયા, સહિતના નગરસેવકો અને કાર્યકરો આજરોજ જામ્યુકોના પટાંગણમાં પડેલી ડસ્ટબીન તેમજ ટ્રીગાર્ડને હાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપવાનો નવતર વિરોધનો કાર્યક્રમ યોજ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...