તરૂણે જીવ ગૂમાવ્યો:રીંઝપર મામાના ઘરે આવેલા ભાણેજનું અકસ્માતમાં મોત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બળદ આડુ ઉતરતા સર્જાયેલા બાઈક અકસ્માતમાં સુરતના તરૂણે જીવ ગૂમાવ્યો

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રીંજપર ગામે રહેતા મામાના ઘરે આવેલ એક ભાણેજનું મોટર સાયકલ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે. બે દિવસ પૂર્વે રીંજપર ગામે બાઈક લઈને પસાર થતો હતો ત્યારે એકાએક બળદ આડે ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં 17 વર્ષીય કિશોરને માથાના ભાગે ઈજા પહોચ્યા બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

લાલપુર પોલીસ દફતરમાં નોંધાયેલ વિગતો મુજબ, ગત તા. તા.13-12-2021ના રોજ તાલુકા મથકથી 25 કિમી દુર આવેલ રીંજપર ગામે સવારે દસેક વાગ્યાના સુમારે સીમ વિસ્તારમાં પસાર થતા મોટરસાયકલ સાથે એક મોટરસાયકલ આડે અચાનક બળદ ઉતર્યો હતો. જેથી બાઈક આ બળદ સાથે અથડાઈ સ્લીપ થઇ ગયું હતું.

જેમાં મોટરસાયકલ પાછળ બેસેલ સુરતમાં વરાછા રોડ પર કમળ પાર્કમાં રહેતા પીયુસ સવાદાસભાઈ ગોજીયા (ઉ.વ.17) નામના કિશોરને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે. સુરત રહેતો કિશોર તેના રીંજપર ગામે રહેતા ખીમાભાઈ મેસુરભાઈ વસરાને ઘરે આટો મારવા આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...