તપાસ:ધુંવાવ હત્યા કેસમાં પાડોશી આરોપીની ધરપકડ, જેલ હવાલે

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય બાબતમાં મારામારી થયા બાદ સમગ્ર બનાવ હત્યામાં પલટાઇ ગયો હતો

જામનગર નજીક ધુંવાવ ગામમાં હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર થયા પછી એક પાડોશીની હત્યા નિપજાવવા અંગેના પ્રકરણમાં પાડોશી આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે, અને તેને જેલમાં ધકેલી દેવાયો છે.

જામનગર નજીક ધુંવાવ હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા કિશોરભાઈ બાબુભાઈ આડેસરા નામના 45 વર્ષના યુવાનને તા. 3.6.2022 ના સવારે દસેક વાગ્યાના અરસામાં તેના પાડોશમાં જ રહેતા હેમેન્દ્ર ઉર્ફે હેમત મહારાજ ડાયાલાલ સિયાણી સાથે બોલાચાલી થઈ હતી. જે સામાન્ય બોલાચાલીમાં બંને વચ્ચે વધુ ઝઘડો થયો હતો.

જેમાં ઉશ્કેરાયેલા હેમેન્દ્રભાઈ મહારાજે કિશોર આડેસરા પર હુમલો કર્યો હતો, અને છાતીના ભાગે ઢીકાપાટુ ના માર માર્યા હતા, તેમજ પેટમાં અને ફેફસાના ઇજા પહોંચાડી હતી. જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો હતો.

જ્યાં એક દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી આ બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે મૃતક કિશોરના નાના ભાઈ ગોવિંદભાઈ બાબુભાઈ આડેસરા ની ફરિયાદના આધારે હુમલાખોર આરોપી હેમેન્દ્રભાઈ ઉર્ફે હેમત મહારાજ સિયાણીની ધરપકડ કરી લીધી છે અને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ ઘટનાથી ગામમાં ભારે ચકચાર મચાવી છે.

અન્ય સમાચારો પણ છે...