ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત જામનગરના નેહરુ યુવા કેન્દ્ર દ્વારા આઈ.ટી.આઈ ખાતે “જિલ્લા આસ-પડોસ યુવા સંસદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના મેયર બીનાબેન કોઠારીએ યુવાઓને આ કાર્યક્રમની મહત્વતા શું છે? તેમજ “G -20 નું ભારતમાં આયોજન થઈ રહ્યું છે એ ગર્વની બાબત છે” એ વિશે યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું.
નહેરુ એવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી શિખર રસ્તોગી દ્વારા કાર્યક્રમ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી તથા ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રભુત્વ તેમજ યૂથ સમિટ વિશે વિસ્તારથી સમજ આપવામાં આવી હતી. અતિથિ વક્તા જયેશ વાઘેલાએ ભવિષ્યમાં કરિયર માટે શું ઓપ્શન છે એ બાબતની સમજ આપી વૈશ્વિક મંચ પર ભારતનો ઉદય-G20 વિષય પર માર્ગદર્શન પુરૂ પાડયુ હતું. ત્યારબાદ બાજરા સંશોધન કેન્દ્રમાંથી ડૉ એમ.એમ તલપડા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી ડૉ.અંજનાબેન બારીયા દ્વારા આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ વિશે અને વિવિધ મીલેટ્સ વિશે જાણકારી આપવામાં આવેલી હતી.
કાર્યક્રમ અંતર્ગત G-20 આધારે મોક યુથ સમિટ બેઠક યોજવામાં આવેલી હતી. જેમાં G-20 દેશોના પ્રતિનિધી તરીકે યુવાઓએ ભાગ લીધેલો હતો અને પોતાના દેશમાં આર્થિક વિકાસ તેમજ પરસ્પર મૈત્રી ભાવ જળવાઈ રહે એ બાબતની ચર્ચા કરી હતી. ત્યારબાદ તલવાર રાસ, રાધાકૃષ્ણ રાસ, લોકગીત, લાડકી ગીત સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મહિલા કોલેજની ટીમ, લોહાણા કન્યા છાત્રાલયની ટીમ, મોડપર હાઈસ્કૂલ ટીમ વગેરેએ ભાગ લીધો હતો. G-20 મોક યૂથ સમિટમાં ભાગ લીધેલા યુવાનોને મોમેન્ટો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલા યુવાનોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા. તેમજ નેહરુ યુવા કેન્દ્ર સાથે જોડાયેલ યુવા મંડળોને સ્પોર્ટ કીટ વિતરણ કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમનું માર્ગદર્શન જિલ્લા યુવા અધિકારી શિખર રસ્તોગી તેમજ આયોજન નરોત્તમ વઘોરા તેમજ નહેરુ એવા કેન્દ્રના રાષ્ટ્રીય સ્વયંસેવક હર્ષ પાંડે, દિપાલી રાઠોડ, ભૌતિક પઢીયાર, હાર્દિક ચાંદ્રા, રાજેશ વઘોરા, કરેણા કિરણ, મકવાણા સંગીતા, બીજરાજસિંહ જાડેજા, કિશન ચારણ, ચિરાગ પરમાર અને જીગર બેલા દ્વારા કરવામાં આવેલ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.