તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ગ સલામતી:સ્પીડ લીમીટ, રોડસેફટી, માર્ગ સલામતીના નિયમ પાલન જરૂરી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજયમાં અકસ્માતમાં વાર્ષિક 7000 લોકોના મૃત્યુ થાય છે

જામનગર એલ.જી.હરિયા સ્કૂલમાં શુક્રવારે માર્ગ સલામતી વિષય પર માર્ગ સલામતી કમિશનર નલીન પાડલીયાના અધ્યક્ષસ્થાને એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. વર્કશોપમાં માર્ગ સલામતી માટેની મહત્વની એન્જિનિયરિંગ એન્ફોર્સમેન્ટ અને એજ્યુકેશન તેમજ ઇમર્જન્સી કેર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તકે કમિશ્નરે જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માત માનવ સર્જિત આફત છે. ગુજરાતમાં વાર્ષિક 7000 જેટલા માનવ મૃત્યુ અકસ્માતમાં થાય છે તેમાંના 45 ટકા માનવ મૃત્યુનું કારણ સીટ બેલ્ટ અને હેલમેટ ન પહેરવાનું છે.

કલેકટર ડો. સૌરભ પારઘીએ કહ્યું હતું કે, માર્ગ અકસ્માતના બનાવોને ઘટાડવા અને મહામૂલા માનવજીવનને બચાવવા રોડ સેફ્ટીમાં એન્જિનિયરિંગ બાબતો જેમકે રોડની બનાવટ, સ્પીડ બ્રેકર, ટર્નિંગ અને રિફ્લેક્ટરના વગેરેનો લોકોએ સમજીને ઉપયોગ કરવાનો છે.

માર્ગ સલામતી માટેના નિયમોનું ચુસ્ત પાલન પણ લોકોએ કરવું જોઈએ. પાર્કિંગ, સ્પીડ લીમીટ વગેરે બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ. તદઉપરાંત અકસ્માત બાદ અકસ્માતગ્રસ્ત લોકોની મદદ કરવા કલેકટરે અનુરોધ કર્યો હતો. વર્કશોપમાં વક્તા એ.એન.મિસ્ત્રી દ્વારા માર્ગ સલામતીમાં એન્જિનિયરિંગની ભૂમિકા, જે.વી.શાહ દ્વારા ઇમરજન્સી કેર અને અમિત ખત્રી દ્વારા માર્ગ સલામતીના મહત્વ વિશે માર્ગદર્શન આપી પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...