તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાંપ્રત:જામનગરમાં મંજૂર વર્ગો સામે છાત્રોની ઓછી સંખ્યાથી ધો.11ના 10 નવા વર્ગોની જરૂરિયાત

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે ધો.10 ના 57.82 ટકા પરિણામ સામે ચાલુ વર્ષે માસ પ્રમોશનથી 100 ટકા પરિણામ
  • શહેર-જિલ્લાની સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ શાળામાં ધો.11 ના કુલ 295 વર્ગો કાર્યરત

કોરોનાના કારણે રાજય સરકારે ધો.10 ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ જામનગરમાં મંજૂર વર્ગો સામે વિધાર્થીઓની ઓછી સંખ્યાથી ધો.11 ના ફકત 10 નવા વર્ગોની જરૂરિયાત રહેશે. ગત વર્ષે ધો.10 ના 57.82 ટકા પરિણામ સામે ચાલુ વર્ષે માસ પ્રમોશનથી 100 ટકા પરિણામ આવ્યું છે. શહેર-જિલ્લાની સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ શાળામાં ધો.11 ના કુલ 295 વર્ગો કાર્યરત છે.

કોરોના સંક્રમણના કારણે શાળાઓમાં ઓફલાઇન અને ઓનલાઇન અભ્યાસની ફરજ પડી હતી. પરંતુ બીજી લહેરમાં કોરોના વઘુ ઘાતક નીવડતા શિક્ષણ વિભાગ દ્વારા ધો.10 ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જામનગર જિલ્લાની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો.10 ના નોંધાયેલા 16298 માસ પ્રમોશન આપવામાં આવતા સીધો ધો.11 માં પ્રવેશ મળશે.

ગત વર્ષે ધો.10 માં કુલ 16012 વિધાર્થી નોંધાયા હતાં. જેમાંથી 15822 છાત્રોએ પરિક્ષા આપતા 9148 છાત્રો ઉર્તીણ થતાં 57.82 ટકા પરિણામ આવ્યું હતું. પરંતુ આ વર્ષે ધો.10 માં રીપીટર સિવાયના તમામ 16298 વિધાર્થીને માસ પ્રમોશનથી ધો.11 માં પ્રવેશના પ્રશ્નની સમસ્યા ઉભી થવાની ભીતિ છે.

પરંતુ જામનગર શહેર-જિલ્લાની સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધો.11 ના મંજૂર વર્ગોની સામે વિધાર્થીઓની ઓછી સંખ્યાના કારણે માસ પ્રમોશન બાદ પણ ધો.11 ના નવા ફકત 10 વર્ગોની જરૂરિયાત રહેશે તેમ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓએ જણાવ્યું છે.

અગાઉના પર્ફોમન્સ મુજબ માર્કશીટમાં ગુણ અપાશે
ધો.10માં સરકારે માસ પ્રમોશન તો આપી દીધું પણ વિધાર્થીઓને માર્કશીટમાં ગુણ કયા આધારે આપવા તેના માટે શિક્ષણ વિભાગે 11 સભ્યોની કમીટી બનાવી છે. ધો.9 અને 10 ના અલગ-અલગ વિષયની એકમ કસોટીના પર્ફોમન્સના આધારે 80 માર્કસમાંથી તેમજ પ્રથમ ટેસ્ટ, નોટબુક, સ્વાધ્યાયપોથીના આધારે ઇન્ટરનલના 20 માર્કસમાંથી ગુણ આપવામાં આવશે. માસ પ્રમોશન મેળવેલા વિધાર્થીઓની માર્કશીટમાં તેઓના પર્ફોમન્સના અધારે ગુણ આપવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...