અકસ્માત:શેઠવડાળા પાસે ખાનગી ટ્રાવેલ્સે પત્નીની નજર સામે જ બાઈકચાલકને કચડી નાખ્યો

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘટનાસ્થળે જ બાઈકચાલકનું મોત: ખાનગી ટ્રાવેલ્સનાે ચાલક અકસ્માત સર્જી ફરાર

જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામ પાસે બાઈક અને ખાનગી લકઝરી બસ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક દંપતિ ખંડીત થયું છે. ગંભીર રીતે ઘવાયેલા રબારીકા ગામના બાઈક ચાલક આધેડનું પોતાની પત્નીની નજર સમક્ષ જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું છે. જયારે પત્નીને ઈજા થઈ છે.આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામના પાટીયા પાસે બુધવારે બપારે દોઢેક વાગ્યાના અરસામાં ખાનગી ટ્રાવેલ્સની જામનગર વનાણા રૂટની લકઝરી બસ તેમજ મોટર સાયકલ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બાઈક ચાલક દંપતી ખંડીત થયુ છે. બાઈકના ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયું છે.જયારે પત્નીને ઈજા થવાથી હોસ્પીટલમાં સારવાર અપાઈ છે. શેઠ વડાળા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. રબારીકા ગામમાં રહેતા વિરમભાઈ આલાભાઈ મકવાણા (ઉ.55) પોતાના પત્ની જશુબેન (ઉ.50)ને બાઈકમાં પાછળ બેસાડીને શેઠ વડાળા ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા.

જે દરમિયાન સામેથી પૂરપાટ વેગે આવી રહેલી જામનગરના રૂટની લકઝરી બસના ચાલકે બાઈકને અડફેટમાં લઈ લેતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક સવાર દંપતી ખંડીત તયું છે. બાઈકના ચાલક વિરમભાઈના માથા પરથી લકઝરી બસના તોતિંગ વ્હીલ ફરી વળતા કચડાઈ જવાના કારણે તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયું હતું. પત્નીની નજર સમક્ષ જ પતિના મૃત્યુને લઈને ભારે અરેરાટી ફેલાઈ હતી.

આ અકસ્માતના બનાવ પછી બસ ચાલક પોતાની બસ રેઢી મુકીને ભાગી છૂટયો હતો. શેઠવડાળા પેલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે તેમજ લકઝરી બસના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...