દેવભૂમી દ્વારકાના ખંભાળિયા નજીક ધરમપુર વિસ્તારમાં કોલસાનો મોટો ગંજ ખડકાયેલો હતો. જ્યાં ગઈકાલે જનતા રેડ કરવામાં આવી હતી. ત્યારે તે સ્થળે હાજર લોકો પાસે કોલસાના જથ્થા અંગે કોઈ પ્રત્યુત્તર ન હોવાથી ખાણખનીજ ખાતું, પોલીસતંત્રને તેની જાણ કરવામાં આવી હતી.
ખંભાળિયા નજીક આવેલા ધરમપુર ગામમાં એક સ્થળે કે જ્યાં એન.આર.ઈ. કંપની કાર્યરત હતી તેની પાછળના ભાગમાં ગઈકાલે કોલસાના મોટા મોટા ઢગલા જોવા મળ્યા હતા. જેથી તે સ્થળે સ્થાનિક રહેવાસીઓએ જનતા રેડ કરી હતી. તે સ્થળેથી કોલસાનો મોટો જથ્થો મળી આવ્યો છે.
આ કોલસાના જથ્થા અંગે સ્થળ પર હાજર વ્યક્તિઓ પાસે કોઈ આધાર કે ડોક્યુમેન્ટ ન હતાં. જેથી તે જથ્થો જનતાએ પકડી પાડ્યો હોવાની ખાણખનીજ ખાતા તેમજ પોલીસ વિભાગને જાણ કરવામાં આવતા દોડધામ મચી ગઈ હતી. તંત્ર દ્વારા જે કામગીરી કરવાની હોય તે કામગીરી જનતા દ્વારા કરવામાં આવતા ચકચાર જાગી છે. કોલસાનો આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો, ત્યાં કેમ રાખવામાં આવ્યો છે વગેરે બાબતોની ચકાસણી કરવ માટે ખાણખનીજ ખાતું તપાસ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.