તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:નવાનગર નેચર ક્લબ દ્વારા આશીર્વાદ સોસાયટીમાં શહેરના પ્રથમ ઓક્સિજન પાર્કના નિર્માણનો નિર્ધાર કરાયો

જામનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમંત્રીના હસ્તે 10 હજાર ફૂટમાં 24 કલાક ઓક્સિજન આપતા રોપાઓનું વાવેતર

જામનગર મા તાજેતરમાં કોરોના મહામારીમાં પ્રાણવાયુની તકલીફ અને તેને મેળવવા માટેની મુશ્કેલીઓએ લોકોને વિચારતા કરી દીધા છે. ઓક્સિજનના અભાવે અનેક લોકોએ જીવ ગુમાવ્યાના દાખલાઓ સામે આવ્યા છે. જે કારણે લોકોને હવે પ્રકૃતિ અને તેના મુખ્ય ઘટક વૃક્ષોનું મહત્વ સમજાવવા લાગ્યું છે. કપાતા જંગલો અને માનવનિર્મિત પ્રદૂષણને કારણે આજે સમગ્ર વિશ્વ એક ગંભીર કટોકટી તરફ જઇ રહ્યું છે.

લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવે અને લોકો ઈશ્વરે આપેલ આ સુંદર પ્રકૃતિનો આદર કરતા શીખે તે માટે શહેરની પર્યાવરણ પ્રેમી સંસ્થા નવાનગર નેચર કલબ અવનવા નવતર પ્રયત્નો કરી રહી છે. ત્યારે જામનગરના પટેલ પાર્કમાં આવેલ આશીર્વાદ સોસાયટીમાં આ વિસ્તારના પ્રકૃતિપ્રેમી વિસ્તારના આગેવાનોની લાગણીને ધ્યાને લઇ નવાનગર નેચર કલબ દ્વારા આશીર્વાદ સોસાયટીમાં આશરે 10 હજાર ફૂટ જગ્યામાં ઓક્સિજન પાર્ક બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી દ્વારા આ જગ્યા ઉપર 24 કલાક ઓક્સિજન આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જયારે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ નવાનગર નેચર ક્લબ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી કહ્યું હતું કે, પ્રકૃતિ માટે આપણે "તેરા તુજકો અર્પણ"ની ભાવના કેળવવી જોઈએ. આપણે પ્રકૃતિ પાસેથી અનેક વસ્તુઓ લઈએ છીએ પણ તેને આપવાની ભાવના કેળવતા પણ માનવીએ શીખવાનું છે.મહામારીએ પ્રાણવાયુની મહત્તા આપણને સમજાવી છે. ત્યારે દરેક વ્યક્તિ જો કોઈપણ પ્રસંગે એક વૃક્ષ આવશે તો આગામી દિવસોમાં ખૂબ જલ્દી પર્યાવરણના પુનઃસ્થાપનને આપણે અનુભવી શકીશું. જામનગર શહેરને હરિયાળું શહેર બનાવવા દરેક જામનગરવાસી નેમ લે તેમ મંત્રીએ અનુરોધ કર્યો હતો.

આશીર્વાદ સોસાયટી વિસ્તારમાં 98 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેથી આવનાર દિવસોમાં આ વિસ્તારના લોકોને આ વૃક્ષો દ્વારા ઓક્સિજન મળી રહે અને અનુકૂળ પ્રકૃતિ ચક્રનું પુનઃ સ્થાપન થાય.

આપણા સ્વચ્છતા અને હરિયાળા ભારતના સ્વપ્નદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા તેમજ આ ઓક્સિજન પાર્ક શહેર માટે દ્રષ્ટાંતરૂપ બને તે માટે વિસ્તારના આગેવાનો રહેવાસીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, કોર્પોરેટર ઓ હર્ષાબા જાડેજા, જયંતીભાઈ ગોહિલ, પાર્થ કોટડીયા, ગીતાબા મહાવીરસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...