ઉત્કૃષ્ટ પ્રદર્શન:જિલ્લા કક્ષાની કબડ્ડીમાં નવાનગર સરકારી શાળાનીટીમ ચેમ્પિયન બની

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજન કરાયું’તું
  • આગામી સમયમાં રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જશે

જામનગરમાં ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં નવાનગર સરકારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન મેળવી જિલ્લા કક્ષાએ ચેમ્પિયન બની ગૌરવ વધાર્યું છે. જે આગામી સમયમાં રાજ્ય કક્ષાએ ભાગ લઇ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

જામનગરમાં ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભની જામનગર જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઇ હતી. જેમાં જામનગરના નવાનગર સરકારી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ અન્ય પ્રતિસ્પર્ધી ટીમોને પરાજિત કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ ચેમ્પિયન બની છે. .

આ ટીમના કેપ્ટન તરીકે મનદીપ સિંહ વાઘેલા અને ટીમના ગાઈડ તરીકે જીતેન્દ્ર અને અનિકેત પાટીલે જવાબદારી નિભાવી હતી. જ્યારે ટીમ તૈયાર કરવામાં શાળાના આચાર્ય ફાલ્ગુની બેન પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષક રેખાબેન વિરમગામએ જહેમત ઉઠાવી હતી. ઉલ્લેખનીય છે કે હવે આ ટીમ રાજ્ય કક્ષાએ ભાગ લઇ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

અન્ય સમાચારો પણ છે...