જામનગરનું પ્રથમ નોરતું:શહેરના પંચાસર ટાવર પાસે નવલા નોરતાની ઝમાવટ, 3થી 10 વર્ષની બાળાઓ ગરબે ઘૂમી

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેરના પંચાસર ટાવર પાસે આવેલા રામદેવ મંદિર પાસે 25 વર્ષથી નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ કરવામાં આવેલા આ ગરબામાં 3 વર્ષથી 10 વર્ષની બાળાઓ ગરબે ઘૂમી છે.

વર્ષોથી યોજાતા આ ગરબા મહોત્સવમાં બાળાઓ ઉમંગભેર ભાગ લે છે. કોરના મહામારીમાં સરકારી ગાઈડલાઈનને અનુસરીને આ વખતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.શ્રી ખોડીયાર કુમારિકા ગરબી મંડળમાં 3 વર્ષ થી 10 વર્ષે ની બાળો ઓ ગરબી માં ગરબા રમે છે. આ ગરબીનું આયોજન મહાદેવ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવે છે.

જામનગર ખોડલધામ સમિતિ દ્વારા માતાજીની આરાધના અને આરતી કરી બેઠી નવરાત્રિ ઉજવવામાં આવી રહી છેજયારે ખોડલધામ જામનગર કન્વીનર વલ્લભભાઈ મંગળવારે જણાવ્યું હતું કે નવરાત્રી ઉત્સવ 2021 નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોરોનાની મહામારી ને ધ્યાનમાં લઈને ત્યારે કાર્યાલય પર માતાજીની સ્થાપના અને આરાધના પ્રસાદી તરી નવરાત્રી મનાવીએ છીએ અને બેઠા ગરબા કરીએ છીએ અને કોરોના ના લીધે વધુ પબ્લિક ભેગી ન થાય જેની ખાસ તકેદારી રાખીએ છીએ જ્યારે આ જ રીતે ખોડલધામ કાગવડ ની મંજૂરીથી અને પ્રેરણાથી બેઠી નવરાત્રી લો આ વર્ષે આયોજન કરવામાં આવી રહ્યું છે.

જ્યારે બેઠી નવરાત્રી માતાજીનું સ્થાપન હોય ખુલ્લામાં ગરબા રાસ ન લેવાતા હોય અને અમારી પરિષદમાં જઈને માતાજીની આરાધના અને સાધના કરીએ છીએ એને બેઠી નવરાત્રિ કહેવામાં આવે છે જ્યારે અમે નવેનવ દિવસ અલગ-અલગ સરદાર અલગ અલગ સભા અને અલગ અલગ પદ્ધતિથી માતાજીના મઢની શણગારીએ છીએ જ્યારે નવેનવ દિવસ માતાજીના નોરતા માં બધુ અલગ અલગ હોય છે જ્યારે આ નવરાત્રીની અમારી આ વિશિષ્ટતા છે.

શ્રી આશાપુરા કુમારિકા ગરબી મંડળ દ્વારા છેલ્લા ૪૦ વર્ષ થયા ગરબી નું આયોજન કરવામાં આવે છે અને બાળાઓ ગરબે રમે છે ત્યારે આશાપુરા ગરબી મંડળ દ્વારા સૌપ્રથમ મહિલા તલવાર રાસ ગુજરાત ભર માં શરૂઆત કરવામાં આવી હતી .

ત્યારબાદ સંસ્કૃતિ દ્વારા અલગ-અલગ રીતે ગરબીનું સુંદર આયોજન કરે છેજ્યારે શ્રી આશાપુરા કુમારિકા ગરબી મંડળમાં 90થી વધારે બાળાઓ ગરબી માં ગરબે રમે છે. એવો આયોજક કે.કે.વિસરીયાજણાવ્યું હતું

શ્રી પટેલ યુવક ગરબી મંડળ, તલવાર રાસ
શ્રી પટેલ યુવક ગરબી મંડળ, તલવાર રાસ

શ્રી પટેલ યુવક કુમાર ગરબી મંડળ જે છેલ્લા 70 વર્ષ થયા ગરબી નું આયોજન કરે છે. અને કાર્યરત છે. શ્રીનિવાસ કોલોની રણજીનગર પટેલ સમાજ પાસે આવેલ છે

જ્યારે આગળની વિશિષ્ટતા એ છે કે તલવાર અને મસાલા રાસ ગુજરાતભરમાં પ્રખ્યાત છે. ત્યારે આ વર્ષે એક નવો રાસમાં ઉમેરો કર્યો છે કણબી હુડો , જ્યારે આજે તલવાર રાસ ના અદભૂત દ્રશ્યો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

શ્રી પટેલ યુવક ગરબી મંડળ, તલવાર રાસ
શ્રી પટેલ યુવક ગરબી મંડળ, તલવાર રાસ

જ્યારે યુવક મંડળ માં સૌથી 6 વધુ રાસો રમાય છે. જેમાં ગુલાટ, તલવાર, મસાલ, કણબી હુડો, દાતરડું રાસ રમાય છે.

તલવાર રાસ ના દ્રશ્યો
તલવાર રાસ ના દ્રશ્યો

જ્યારે પટેલ યુવક ગરબી મંડળ દ્વારા આજે પ્રથમ નવરાત્રીના દીવસે તલવાર રાસ નું આકર્ષક જોવા મળ્યું હતું

અન્ય સમાચારો પણ છે...