તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોક અદાલત:જામનગરમાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નેશનલ લોક અદાલતનું તારીખ 10 એપ્રિલના રોજ આયોજન કરાશે

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોક અદાલતમાં પક્ષકાર સમાધાનથી કેસોનો નિકાલ લાવી શકે છે
  • લોક અદાલત અંગે કોઈ પણ માહિતી મેળવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો સંપર્ક કરો

જામનગરમાં નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના આદેશ મુજબ જામનગર જિલ્લાની તમામ કોર્ટના કેસ માટે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા 10 એપ્રિલના રોજ લોક અદાલતનું આયોજન કરાશે.

નેશનલ લોક અદાલતનું આયોજન કરાશે

જામનગરમાં નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના આદેશ મુજબ જામનગર જિલ્લાની તમામ કોર્ટના ફોજદારી સમાધાન પત્ર, કેસ નેગોશિયેબલ ઈસ્ટુમેન્ટ એકટ કલમ-138 મુજબ ચેકના કેસ, બેક રિકવરી દાવા, એમ.એ.સી.પીના કેસ, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક તકરાર કેસ, વીજળી અને પાણી બિલ સમાધાન પાત્ર ન હોય તે સિવાયના કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ, સર્વિસ મીટરના અને એલાઉનસીસ અને નિવૃત્તિના લાભના કેસ, રેવન્યુ કેસ, ડિસટીક કોર્ટ અને હાઇકોર્ટમાં પેન્ડિંગ હોય તેવા તથા અન્ય સિવિલ કેસ, ભાડુઆત સુખાધિકારના દાવા, સ્પેસિફિક પરર્ફોમન્સ વગેરે કેસો માટેની નેશનલ લોક અદાલતનું નાલસના એક્શન પ્લાન મુજબ આયોજન કરવામાં આવેલ છે.

લોક અદાલત સમાધાન માટે એક સુખદ નિવારણ ફોરમ છે

જામનગર જિલ્લાની તમામ જાહેર જનતા તથા પક્ષકારોએ ઉપરોક્ત જણાવેલ પેન્ટિંગ કેસમાં સમાધાનથી તકરારનું નિરાકરણ કરવા માંગતા હોય તો તેઓના વકીલ મારફતે કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય તે કોર્ટનો કેસ લોક અદાલતમાં મુકવા અનુરોધ છે. લોક અદાલત સમાધાન માટે એક સુખદ નિવારણ ફોરમ છે. જેમાં પક્ષકાર સમાધાનથી કેસોનો નિકાલ લાવી શકે છે. અને તેનાથી પક્ષકારોને ઝડપથી ન્યાય મળી શકે છે. વધુમાં લોકો અદાલતના માધ્યમથી સમાધાન કરવાની લોકોને આર્થિક અને સમયની બચત થાય છે. લોક અદાલત અંગે કોઈ પણ માહિતી મેળવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફોન ઉપર સંપર્ક કરવો તેમજ તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય તો જે તે તાલુકા કોર્ટનો સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જામનગરના ઇ. સચિવની યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો