ડેન્ગ્યુ દિવસ:જામનગરમાં નેશનલ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરાઈ, ઠેર ઠેર હોર્ડીંગ્ઝ લગાવી લોકોને ડેન્ગ્યુ રોગથી માહિતગાર કરાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દૈનિક ધોરણે 10 હજાર જેટલા ઘરોમાં 12 યુ.એચ.સી.ની 140 જેટલી ટીમો દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા નેશનલ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના જુદા-જુદા સ્થળો પર 16 મે નેશનલ ડેન્ગ્યુ દિનનો ઉપક્રમે હોર્ડીંગ્ઝ લગાવામાં આવ્યા છે. જેનાથી શહેરના જાહેર માર્ગો પર આવતા જતા લોકો ડેન્ગ્યુ રોગથી માહિતગાર થાય અને ભવિષ્યમાં ડેન્ગ્યુ રોગનાં પ્રમાણમાં ઘટાડો લાવી શકાય. આ ઉપરાંત શહેરમાં દૈનિક ધોરણે હાઉસ ટુ હાઉસ વાહકજન્ય રોગ સર્વેની કામગીરી ચાલી રહી છે. જેમાં દૈનિક ધોરણે 10 હજાર જેટલા ઘરોમાં સર્વે 12 યુ.એચ.સી.ની 140 જેટલી ટીમો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા નેશનલ ડેન્ગ્યુ દિવસની ઉજવણીના ભાગરૂપે ડેન્ગ્યુ રોગનાં અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવવી અતિઆવશ્યક હોય, જે હેતુથી નેશનલ ડેન્ગ્યુ દિવસ ઓબ્ઝર્વ કરવામાં આવ્યો છે. જેથી ડેન્ગ્યુ રોગ ફેલાવવા માટે જવાબદાર મચ્છર એડીસ ઈજીપ્તી વિષે લોકોમાં જનજાગૃતિ ફેલાય તે હેતુથી દરેક યુ.એચ.સી. પર 16 મે નેશનલ ડેન્ગ્યુ દિવસની ઉજવણીના બેનરો દ્વારા દરેક યુ.એચ.સી. પર આવતા તમામ શહેરીજનોમાં આ રોગ પ્રત્યે જાગૃતિ કેળવી શકાય તથા આ દિન વિશેષ માટે પત્રિકાઓ દ્વારા દરેક યુ.એચ.સી.એથી હાઉસ ટુ હાઉસ સર્વે દરમિયાન લોકોનાં ઘરે ઘરે જઈ પત્રિકાઓનું વિતરણ થઇ શકે અને લોકોમાં ઘર બેઠા વાહકજન્ય રોગ અટકાયતી પગલો વિષે માહિતગાર કરી શકાય.

આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રની દીવાલો પર ડેન્ગ્યુ રોગ અટકાયત અંગેના ભીતચિત્રો દ્વારા લોકોમાં રોગ અટકાયત અંગે સક્રિય ભાગીદારી હાંસલ કરવામાં આવી રહી છે. તેમજ દરેક યુ.એચ.સી, પર વાહકજન્ય રોગ અટકાયત અંગેના વર્કશોપ પણ યોજવામાં આવ્યા છે.

આ ઉપરાંત શહેરના જુદા-જુદા સ્થળો પર 16 મે નેશનલ ડેન્ગ્યુ દિનનો ઉપક્રમે હોર્ડીંગ્ઝ લગાવામાં આવ્યા છે. જેનાથી શહેરના જાહેર માર્ગો પર આવતા જતા લોકો ડેન્ગ્યુ રોગથી માહિતગાર થાય અને ભવિષ્યમાં ડેન્ગ્યુ રોગનાં પ્રમાણમાં ઘટાડો લાવી શકાય. આ ઉપરાંત શહેરમાં દૈનિક ધોરણે હાઉસ ટુ હાઉસ વાહકજન્ય રોગ સર્વેની કામગીરી ચાલી રહી છે. જેમાં દૈનિક ધોરણે 10 હજાર જેટલા ઘરોમાં સર્વે 12 યુ.એચ.સી.ની 140 જેટલી ટીમો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

મચ્છરજન્ય રોગો જેવા કે, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયાનાં કેસો મચ્છર કરડવાથી થાય છે. આ મચ્છર આપણા ઘરોમાં સંગ્રહિત કરેલા ચોખ્ખા અને સ્થિર પાણીમાં ઉત્પન્ન થાય છે. પાણીમાં જોવા મળતા પોરા લાર્વા એ મચ્છરનાં બચ્ચા છે. આમ, 16 નેશનલ ડેન્ગ્યુ દિવસ ઉપક્રમે જામનગર શહેરની જનતાને જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે કે જો પાણીની પાત્રોમાં મચ્છરના પોરા જોવા મળે તો ત્વરિત તેનો નાશ કરવો.

મચ્છરોની ઉત્પત્તિની અટકાયત અંગે શહેરીજનો દ્વારા નીચે દર્શાવ્યા મુજબની થોડીક તકેદારી રાખવામાં આવે તો મચ્છરજન્ય રોગોથી બચી શકાય છે.

  • પાણી ભરેલા તમામ વાસણ હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા,
  • પાણીની ટાંકીઓ, ફૂલદાનીઓ, પક્ષીકુંજ, કુલર ફ્રીજની ટ્રે વગેરે અઠવાડિયામાં એક વખત અચૂક સાફ કરો.
  • પાણીના નાના ખાડા-ખાબોચિયાના પાણી વહેવડાવી દો કે માટીથી પૂરી દો.
  • મોટા પાણીના ભરાવામાં બળેલું ઓઈલ કે કેરોસીન નાંખવું.
  • અગાસી, છજ્જા, પાર્કિંગની જગ્યા, સેલરમાં ભરાઈ રહેલા પાણીનો તાત્કાલિક નિકાલ કરવો.
  • ચોમાસા પહેલા જ નકામાં ટાયરો, ખાલી વાસણો કે ધાબા પર પડેલો નકામા સામનાનો નિકાલ કરવો તથા અન્ય ભગારમાં વરસાદી પાણી ભરાવા ના દો.
  • મેલેરિયા ફેલાવતા મચ્છરો રાત્રે, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયા ફેલાવતા મચ્છરો દિવસે કરડતા હોવાથી મચ્છરના કરડવાથી બચો.
  • મચ્છરોનાં કરડવાથી બચવા માટે દિવસે અને રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરો
  • આખી બાયના કપડાં પહેરો અને મચ્છર ભગાડવાની કોઈલ, ક્રીમ વગેરેનો ઉપયોગ કરો.
  • દર રવિવારે સવારે 10 કલાકે 10 મિનીટનો સમય કાઢી પાણીનાં તમામ પાત્રોની ચકાસણી કરી,
  • જો તેમાં મચ્છરનો પોરા જોવા મળે તો પાત્રો ખાલી કરી, સાફ કરી, સુકવીને ફરીથી ઉપયોગમાં લો. આમ, દર રવિવારે 10 મીનીટ ફાળવવાથી આપણા કુટુંબને ડેન્ગ્યુ, ચીકુનગુનિયા, મેલેરિયાર્થી બચાવી શકાય છે.
અન્ય સમાચારો પણ છે...