સિધ્ધિ:ધુતારપર સામૂહિક આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય એવોર્ડ

ફલ્લા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય ક્ષેત્રે ગુણવતાયુકત કામગીરી બદલ લક્ષ્ય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

જામનગર જિલ્લાના ધુતારપુર ગામે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનો લક્ષ્ય એવોર્ડ મળ્યો છે. વર્ષ 2021-22 માં રાષ્ટ્રીય કક્ષાએ પ્રસુતિમાં રાષ્ટ્રીય ગુણવત ધોરણો પર ખરા ઉતરતા રાજકોટ રીજીઅનનું એક માત્ર અને જામનગર જિલ્લાનું એકમાત્ર આરોગ્ય કેન્દ્ર કેન્દ્ર છે.

જાહેર આરોગ્ય ક્ષેત્રે ગુણવતાયુકત કામગીરી કરનાર ધુતારપુર આરોગ્ય કેન્દ્રને ભારત સરકારના રાષ્ટ્રીય ગુણવતા ખાતરી ધોરણો પોગ્રામ અંતર્ગત લક્ષ્ય એવોર્ડ મેળવનાર કેન્દ્રના સુપ્રિટેન્ડન્ટ ડો.જે.એમ.વ્યાસ તેમજ સ્ટાફની સેવા કાબીલેદાદ રહી છે. કોરોના કાળમાં આરોગ્ય કેન્દ્રની ટીમે સરાહનીય કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...