નરાધમ ઝડપાયો:જામનગરમાં ચોકલેટની લાલચ આપી ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ હેડકવાર્ટરની પાછળ આવેલી ઝાડીઓમાં લઇ ગયો, ઘર પાસે રમતી બાળાને ચાેકલેટ આપવાનું કહીને લલચાવી હતી

જામનગરમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. જેને લઈ ચકચાર મચી હતી. ત્યારે દૂષ્કર્મ આચરનાર શખ્સને સિટી સી ડીવીઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું
આ અંગેની મળતી માહિતી મુજબ ગત તા.1-1-23 ના એક શખ્સ ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યુ હોવાનો જામનગર પોલીસ કંટ્રોલમાં ફોન આવ્યો હતો. જેના આધારે જિલ્લા કંટ્રોલ રૂમ ઈન્ચાર્જ દ્વારા આ અંગે સિટી સી ના પીઆઈ પી.એલ. વાઘેલાને જાણ કરાતા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક વી.ડી.વસાવાના માર્ગદર્શન હેઠળ સિટી સી પોલીસ ટીમ દ્વારા ભોગ બનનારના પિતાની અપહરણ, દુષ્કર્મ તથા પોકસોની વિવિધ કલમ હેઠળ ફરિયાદ લેવામાં આવી હતી.

ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ
જેના આધારે સિટી સી ડિવિઝનની પોલીસની ટીમ દ્વારા સર્જન ઉર્ફે સાજન જંગબહાદુર વિશ્વકર્મા નામના નેપાળી શખ્સની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી હતી. નરાધમે બાળકીને ચોકલેટની લાલચ આપી બાવળની જાળીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી જેથી બાળકીને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે સમગ્ર ઘટનાની માહિતી મેળવી સર્જન ઉર્ફે સાજન જંગબહાદુર વિશ્વકર્મા ઉ.35 વર્ષના નેપાળી શખ્સને ગણતરીની કલાકોમાં ખોડીયાર કોલોની શાક માર્કેટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.

આરોપી દ્વારા ચાર વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચે ફરિયાદીના મકાનેથી અપહરણ કરી લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. આરોપીને સખ્તમાં સખ્ત સજા થાય તે માટે પોલીસ અધિકારીઓની જુદી જુદી ટીમો બનાવી આ કેસના પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આરોપી શખસ પરિણીત છે અને પરિવાર નેપાળમાં રહે છે
રખડતી ભટકતી હાલતમાં ફરી રહેલો નેપાળ શખસ સર્જન ઉર્ફે સાજન ઓવરબ્રિજ પુલ નીચે આખો દિવસ બેઠો હોય છે ત્યાં આવતી ગાડીઓને સાફ કરવાનું કામ કરે છે અને તેનાથી જે પૈસા મળે તેનાથી ગુજરાન ચલાવે છે. પ્રાથમિક પૂછપરછમાં તેના લગ્ન થઈ ગયા છે અને તેનો પરિવાર નેપાળમાં રહે છે અને પોતે અહીં એકલો રહેતો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.

ગંભીર હાલતમાં રહેલી બાળકીની જી.જી.માં સઘન સારવાર
દુષ્કર્મનો ભોગ બનેલી 4 વર્ષની બાળકીને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી છે. જી.જી. હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોની ટીમ તેણીની સઘન સારવાર કરી રહી છે અને ઘટનાની જાણ થતાં જ લોકોમાં પણ આ બાબતે ભારે રોષ અને ફીટકારની લાગણી જન્મી છે. હાલ તબીબી વર્તુળો જણાવે છે કે, બાળકીની હાલત સ્થિર છે પરંતુ સામાન્ય થતાં તેને સમય લાગી જશે.

અન્ય સમાચારો પણ છે...