જામનગર શહેરમાં પવિત્ર રમઝાન માસની પૂર્ણાહૂતિ પછી આજે રમજાન ઈદના પવિત્ર તહેવારની સર્વે મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અને ઇદગાહ મસ્જિદમાં ઇદ-ઉલ-ફિત્રની નમાજ અદા કરવામાં આવી હતી. ત્યાર પછી સર્વે મુસ્લિમ બિરાદરો એકબીજાને મુબારકબાદી પાઠવી હતી.
જામનગર શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર રમઝાન માસની ઉત્સાહભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવ્યા પછી આજે પવિત્ર રમઝાન ઇદના પર્વની પણ ઉત્સાહ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. જામનગરની ઈદગાહ મસ્જીદ વહેલી સવારે મુસ્લિમ બિરાદરોએ ઇદ-ઉલ-ફિત્રની નમાજ અદા કરવામાં માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઈદની નમાઝ અદા કર્યા પછી સર્વે મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી.
આ વેળાએ ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ , શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મનપાના વિરોધ પક્ષના નેતા આનંદ રાઠોડ, પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ભીખુભાઈ વારોતરીયા તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના સભ્યોએ ઉપસ્થિત એકબીજાને મુબારકબાદી પાઠવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.