સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની જીજી હોસ્પિટલની NABHની ટીમે મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ સમગ્ર બાબતની ચકાસણી કરાઈ હતી. જામનગરની જી.જી. હોસ્પિટલમાં આજે NABHની ટીમ નિરીક્ષણ અર્થે પહોચી છે. NABH એટલે નેશનલ એક્રેડિશન બોર્ડ ઓફ હોસ્પિટલ નામની ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નિર્મિત કમિટી છે. આજે આ ટીમના સભ્યો ડો.પ્રશાંત ઠોકે, ડો.શરદ શીરોલે, ડો.ઉજવલ્લા નીકાલ જામનગર ખાતે આવ્યાં હતા.
હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ
જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાઓના અભાવની ભરમાર છે. તબીબોની ઘટ, સ્પેશિયલિસ્ટ તબીબો, સાધન સામગ્રી સહિતની તંગી છે. તેમજ ગંદકી, પાર્કિંગની સમસ્યા સહિત અનેક પ્રકારની અસુવિધાઓ છે. ત્યારે આ હોસ્પિટલને એક્રેડીશન મળે તે માટે NABH નામની સંસ્થા આજે ઈન્સ્પેક્શન માટે હોસ્પિટલમાં આવી છે. મહત્વનું છે કે, જામનગરની આ જી.જી. હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર માટે આવે છે. ત્યારે આ કમિટી શું રીપોર્ટ તૈયાર કરે છે તે જોવાનું છે. આજની કમિટીની મુલાકાત સમયે અધિક્ષક ડો.દીપક તિવારી, ડો.અજય તન્ના સહિતના તબીબો પણ સાથે રહ્યા હતા.
NABH સંસ્થા શું છે?
NABH એટલે નેશનલ એક્રેડિશન બોર્ડ ઓફ હોસ્પિટલ નામની ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નિર્મિત કમિટી છે. જે હોસ્પિટલમાં કેવા પ્રકારની સેવા અને સુવિધા આપવામાં આવે છે તેનું માર્કિંગ કરે છે અને તેનું નિરીક્ષણ કરીને તેને માર્ક્સ આપવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.