દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેર અને આજુબાજુના વિસ્તારમાં છેલ્લા દિવસોમાં બે યુવતિ તથા એક પરિણિતા ભેદી રીતે ગુમ થયાના બનાવ બહાર આવતા ભારે ચકચાર જાગી છે.લાપતા પરિણિતા એક સંતાનની માતા પણ હોવાનુ બહાર આવ્યુ છે.ખંભાળિયામાં એક પુખ્ત યુવતી અન્ય જ્ઞાતિના યુવક સાથે લાખોની મતા લઈને ચાલી ગઈ હોય તથા અન્ય એક યુવતી તે એ પણ ગુમ છે તે ગુમ થઈ જતા તથા એક ચાર વર્ષની પુત્રીની માતા પણ ફેસબુક ફ્રેન્ડના ચક્કરમાં ગુમ થતા ભારે ચર્ચા જાગી છે. ઉપરોકત જુદા જુદા કિસ્સામાં લાપતા બનેલા વ્યકિતઓ વિશે પોલીસને પણ જાણ કરાયાનું કહેવાય છે.
ફેસબુક વોટ્સએપ તથા સોશ્યલ મીડિયા અને અન્ય સાઇટોના વ્યાપક ઉપયોગ અને મોબાઈલના વધતા જતા ચલણ અને દુરુપયોગના પગલે ગુમ થવા, ભાગી જવા, મનમેળ થતા લગ્નજીવન છોડીને નાશી જવાના બનાવો પણ હવે વ્યાપક થયા છે. જેમાં કેટલાય કિસ્સામાં ફરિયાદો પણ થતી નથી. તો પુખ્ત યુવતી હોય ફરિયાદો પણ ના કરી શકાય તેવુ થાય છે.જોકે,ટુંકા ગાળામાં જ ત્રણ ત્રણ વ્યકિત લાપતા બન્યાના બનાવે ખંભાળિયા સહિત પંથકભરમાં ભારે ચકચાર જગાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.