કાર્યવાહી:કલ્યાણપુરના ગાંધવી ગામે હોડીને ધક્કો મારવાના પ્રશ્ને યુવાનની હત્યા

ખંભાળિયા/દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હત્યા પ્રકરણમાં પોલીસે આરોપીને દબોચી લીધો. - Divya Bhaskar
હત્યા પ્રકરણમાં પોલીસે આરોપીને દબોચી લીધો.
  • બબાલ|ભાઇને બચાવવા જતા મોટાભાઇએ જીવ ખોયો, ધોકો માથાના ભાગે ફટકારી ઢીમ ઢાળ્યું
  • ગંભીર રીતે ઘવાયેલા​​​​​​​ માછીમાર યુવાને વધુ સારવાર માટે જામનગર લઈ જવાતા દમ તોડ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી(હર્ષદ) ગામે દરીયા કિનારે હોડીને ધકકો મારવા જેવી સામાન્ય બાબતે સર્જાયેલી બોલાચાલીમાં માછીમાર યુવાન પર લાકડાના ઘોકા વડે હુમલો કરી માથાના ભાગે ઇજા પહોચાડી હત્યા નિપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે.પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા કવાયત શરૂ કરી છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર કલ્યાણપુર તાલુકાના ગાંધવી (હર્ષદ) ગામે રહેતા સદામભાઇ અબ્બાસભાઇ પટેલીયા અને તેના મોટા ભાઇ અસગરભાઇ બંને ભાઇઓ દરીયા કિનારે માછીમારી અર્થે નિકળવા રવાના થયા હતા.

જે વેળાએ દરીયાકાંઠે અસગર જુસબભાઇ પટેલીયાએ તેઓને હોડીને ધકકો મારવા માટે કહ્યુ હતુ.આથી બંને ભાઇએ હોડીને ધકકો મારવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ આરોપી અસગર જુસબભાઇ પટેલીયાએ સદામભાઇ પર લાકડાના ઘોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલા વેળાએ સદામભાઇને વધુ મારથી બચાવવા માટે તેના મોટા ભાઇ અસગરભાઇ બચાવવા માટે વચ્ચે પડતા આરોપી અસગરે તેઓને માથાના પાછળના ભાગે ઘોકાનો ઘા ઝીંકતા તેઓ ગંભીરરીતે ઘવાયેલા અસગરભાઇ અબ્બાસભાઇ (ઉ.વ.30)ઢળી પડયા હતા.

જેઓને તુરંત સારવાર અર્થે હોસ્પીટલ બાદ વધુ સારવાર માટે જામનગર ખાતે જી.જી. હોસ્પીટલમાં લઇ જવાયા હતા.જયાં તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.આ બનાવમાં સદામભાઇને પણ કોળીના ભાગે ઇજા પહોચ્યાનુ જાહેર થયુ છે. ગંભીર ઇજાગ્રસ્ત અસગરભાઇ અબ્બાસભાઇએ સારવારમાં દમ તોડતા આબનાવ હત્યામાં પલટાયો હતો.આ અંગે સદામભાઇ અબ્બાસભાઇ પટેલીયાની ફરીયાદના આધારે કલ્યાણપુર પોલીસે આરોપી અસગર જુસબભાઇ પટેલીયા સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...