તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:જામનગર પાસેના દરેડમાં ગર્ભવતી મહિલાની હત્યા

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જામનગરના ભાગોળે આવેલા આધોગિક વિસ્તાર દરેડમાં રવિવારે સાંજે ગર્ભવતી નેપાળી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી છે. મહિલાના બંને હાથ અને માથામાં ઇજાના નિશાન છે. હત્યા કોને કરી અને તેનું કારણ શું તે અંગે પોલીસને હજુ સુધી કોઇ કડી મળી નથી.

જામનગર શહેરની નજીક આવેલા ઔધોગિક વિસ્તાર દરેડમાં આવેલા એક બંધ કારખાનામાં પોતાના પતિ સાથે રહેતી ભૂમિસિંહ બુધવલ(ઉ.વ.39) નામની ગર્ભવતી મહિલા રવિવારે તેનો પતિ બપોરના સાડા ત્રણ વાગ્યાના સુમારે કારખાનાથી પરત આવતા તેના ઘરમાં તેની પત્નીની લોહીથી લથપથ લાશ પડેલી જોવા મળતા હેબતાઇ ગયો હતો. અને તાત્કાલીક પોલીસને જાણ કરતા પંચ એ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

મહિલાના બંને હાથમાં છરી જેવા હથિયાર વડે કાપાના નિશાન છે. જયારે માથું દિવાલમાં અથડાવ્યું હોય તેવી ઇજા છે. પોલીસ આજુબાજુ તપાસ કરી રહી છે તેમજ નજીકમાં આવેલા કેમેરાની ચકાસણી પણ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે મહિલાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હત્યારા અને હત્યાના કારણ શોધવામાં લાગી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...