ગુનો નોંધાયો:કાલાવડમાં 2 સંતાનોને કુવામાં ફેકનાર માતા સામે હત્યાનો ગુનો

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોતાના વગર સંતાનો કેમ જીવશે તેની ચિંતામાં કુવામાં ફેંકી દીધા
  • 5 વર્ષના​​​​​​​ બાળક અને 3 માસની બાળકીએ જીવ ગુમાવ્યા’તા

કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં એક વાડીમાં ત્રણ માસની માસુમ બાળકી અને પાંચ વર્ષના પુત્રને કુવામાં ફેંકી દઈ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કરનાર તેણીની માતા સામે પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે. જે મહિલા હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

બનાવની વિગતો એવી છે કે, કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પરપ્રાંતીય શ્રમિક બદીયાભાઈ કાનીયાભાઈ પરમાર ની પત્ની ચકુબેને પોતાના 2 માસુમ સંતાનો 3 માસની બાળકી અને 5 વર્ષના પુત્રને કુવામાં ફેંકી દઇ પોતે પણ કુવામાં ઝંપલાવી દીધું હતું, પરંતુ તેણીને અન્ય લોકોએ બચાવીને બહાર કાઢી લીધી હતી. જે હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ દ્વારા તેણીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, જેમાં પોતે છેલ્લા ત્રણ માસથી ખૂબ જ બીમાર રહેતી હોવાથી પોતાનું જીવવું અશક્ય બની જતાં અને પોતાના વિના સંતાનો પણ જીવી શકે તેમ ન હોવાનું મનમાં વિચારીને પોતાના બંને સંતાનોને કુવામાં ફેંકી દઈ પોતે પણ ઝંપલાવી દીધું હતું. પરંતુ બચી ગઈ હતી. જે બનાવ મામલે આખરે પોલીસે ચકુબેન સામે પોતાના જ સંતાનોની હત્યા નિપજાવવા અંગે કલમ 302 હેઠળ ગુનો નોંધ્યો છે, અને હાલ તેણી સારવાર હેઠળ હોવાથી પોલીસ જાપતો ગોઠવાયો છે.

અન્ય સમાચારો પણ છે...