જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી 15મી મેથી શરૂ કરવામાં આવી છે અને હાલમાં તે 50% પૂર્ણ થઇ છે. જ્યારે કેનાલ સફાઈની વાત કરીએ તો અમુક ભાગોમાં 50 ટકા જેટલી કામગીરી કરવામાં આવી છે, ત્યારે અમુક ભાગોમાં માત્ર 20થી 25 ટકા જેટલી કામગીરી થઇ છે. જેને પગલે ચોમાસું બેસી ગયું હોવા છતાં તંત્રની પ્રિમોન્સુન કામગીરી ગોકળગાયની ગતિએ ચાલે છે તેમ કહી શકાય. આ પ્રિમોન્સુન કામગીરીમાં શહેરની 30 કિલોમીટર લંબાઇની 38 કેનાલોને 11 ભાગમાં વિભાજિત કરવામાં આવી છે અને રૂ. 58 લાખના ખર્ચે પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે અને હાલમાં પ્રિમોન્સુન કામગીરી ચાલુ છે.
શહેરમાં 11 ભાગોમાં કેનાલ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે કચરાથી ખદબદતી કેનાલની સફાઈ માટે 10 એજન્સી હાલ કોન્ટ્રાક્ટથી કામ કરી રહી છે. જેમાં સોલિડ વેસ્ટ શાખા સહિત બીજી શાખાના લોકોને પણ કામગીરી સોંપવામાં આવી છે. હવે તો રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે. ત્યારે પ્રિમોન્સુન કામગીરી 50 ટકા જ કરવામાં આવી છે. ત્યારે તમામ 11 વિભાગોમાં કામગીરી ચાલુ છે જેમાં દરેક વિભાગને એક કર્મચારીને પ્રિમોન્સુન કામગીરીની ફરજ સોંપવામાં આવી છે. દરેક ભાગમાં એકસાથે જરૂરિયાત મુજબ જેસીબી તથા ટ્રેક્ટરો તથા મેનપાવર મારફતે કામગીરી ચાલુ છે. નોંધનીય છે કે આ કામગીરી 15 જૂન સુધી પૂર્ણ કરવાનું મહાનગરપાલિકાનું આયોજન છે.
જામનગર મહાનગર પાલિકાનું તંત્ર પ્રિ-મોન્સૂન કામગીરીમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે અને વરસાદી પાણી ભરાવાના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે, જેથી લોકો હેરાન પરેશાન થાય છે. જ્યારે બીજી તરફ તંત્ર દ્વારા માત્ર કાગળ પર કામગીરી થાય છે તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જામનગર મહાનગરપાલિકામાં પ્રિમોન્સુન કામગીરી માટે 11 ભાગો કામગીરી માટે બનાવ્યા છે, ત્યારે આ 11 ભાગોના પ્રિમોન્સૂન કામગીરીના સુપરવાઇઝરો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે હાલ કામગીરી ઘણી બાકી છે. તેમજ કેટલી કામગીરી થઇ છે તે અંગે અમને ખ્યાલ ન હોય.
દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારમાં ભરાશે તો તેના માટે જવાબદાર તંત્ર હશે તેવા આક્ષેપો લોકતો દ્વારા કરવામાં આવી રહ્યા છે. કેમ કે પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત શહેરની મુખ્ય કેનાલ કચરાથી ખદબદી રહી છે અને વરસાદ પડતાની સાથે જ અલગ-અલગ ભાગમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કાગળ પર જ બિલ બનાવી દેવામાં આવશે. જ્યારે જામનગર નગરપાલિકાના એકપણ પદાધિકારીએ વરસાદી પાણીની કેનાલની સફાઈની મુલાકાત લીધી નથી તેવું લોક મોંઢે ચર્ચાઇ રહ્યું છે. ચોમાસાને બેસવાને માત્ર 8 દિવસ બાકી છે અને પ્રિમોન્સુન કામગીરી પણ માંડ 50% પૂર્ણ થઈ છે અને મહાનગરપાલિકાના તંત્ર દ્વારા 11 ભાગની કામગીરી માત્ર ચાર કોન્ટ્રાક્ટરોને જ સોંપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.