નિરીક્ષણ:જામનગર શહેરમાં સાત રસ્તાથી સુભાષબ્રિજ સુધીના બની રહેલા ફ્લાય ઓવરની કામગીરીની મનપા કમિશનરે સમીક્ષા કરી

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેરના મુખ્ય અને મહત્વના પ્રોજેકટ એવા સાત રસ્તાથી સુભાષ બ્રીજ સુધીના ફોરલેન એલીવેટેડ ફ્લાય ઓવર બ્રીજની સાઈટ ઉપર રૂબરૂ સ્થળ નિરિક્ષણ કરી આ પ્રોજેકટના બધા જ કોમ્પોનેન્ટની સમીક્ષા કરી જરૂરી સૂચનો કરાયા હતા. જ્યારે સર્વપ્રથમ ફલાય ઓવર બીજના સિમેન્ટ કોન્ક્રીટ પ્લાન્ટના સ્થળે કામની ગુણવતા માટે દરેક પ્રકારના પરિક્ષણ જેવા કે, સ્વમ્પ- ટેસ્ટ, કોમ્પ્રેસીવ સ્ટ્રેન્થ ટેસ્ટનું નિરીક્ષણ કરી જરૂરી સૂચના આપવામાં આવી હતી.

કામમાં વપરાશમાં લેવામા આવતા દરેક મટીરીયલ્સ જેવા કે સ્ટીલ, સિમેન્ટ, એગ્રીગેટની ગુણવતાનું અવલોકન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જામનગર શહેરના ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટેના મહત્વના આ પ્રોજેકટના સઘળા પાસાઓ જેવા કે સમય મર્યાદા, કામની ગુણવતા વિગેરેની વિસ્તૃત ચર્ચા નાયબ કમિશનર ભાવેશ જાની તથા પ્રોજેકટ ટીમ સાથે કમિશનર એ કરી અને સદરહું ફલાય ઓવર બ્રીજના તમામ કોમ્પોનેન્ટસ અંગે જરૂરી સૂચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...