આકસ્મિક ચેકીંગ:મ્યુનિ. કમિશનરે પ્રિ-મોન્સુન કામગીરીનું આકસ્મિક ચેકીંગ કર્યું

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણીનો નિકાલ, ભૂગર્ભ ગટર, લાઇટની સમસ્યાની જાણકારી મેળવી

જામનગરમાં વોર્ડ નં.15 અને 16 માં પ્રિ-મોન્સુન કામગીરી અંગે કમિશ્નરે આકસ્મિક ચેકીંગ કર્યું હતું. જેમાં પાણીનો નિકાલ, ભૂગર્ભ ગટર, લાઇટ સહિતની સમસ્યાની જાણકારી લોકો પાસેથી મેળવી કામગીરી ઝડપી અને યોગ્ય રીતે કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

જામનગરના વોર્ડ નં. 15 અને 16 ના વિવિધ વિસ્તારોમાં મ્યુનિ. કમિશનરે આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં પ્રિ-મોન્સુન કામગીરીની સાથે લોકોને નડતી સમસ્યા અંગેની સ્થાનિક પ્રતિનિધિ પાસેથી જાણકારી મેળવી હતી. આ સમયે મહાનગરપાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ જોડાયા હતાં.

નદીના નટ, નદી ઉપરનો પુલ, નદી વિસ્તાર, વરસાદી પાણીના વેણનો માર્ગ, ભૂગર્ભ ગટરના પ્રશ્નો, પાણીના પ્રશ્નો, સફાઈ, લાઈટના પ્રશ્નો વગેરેની સ્થાનિક આગેવાનો, કોર્પોરેટરો પાસેથી જાણકારી મેળવી હતી અને સંબંધિત વિભાગના અધિકારીને કામગીરી યોગ્ય અને ઝડપી કરવા જરૂરી સૂચનાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...