કામગીરી:મ્યુનિ. કમિશનરની બદલી થતા કલેકટરને ચાર્જ સોંપાયો

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતીષ પટેલના સ્થાને હજુ નિમણુંક નહી

જામનગર મહાનગર પાલિકાના કમિશનરની બદલી થતાં તેના હોદાનો ચાર્જ જિલ્લા કલેકટરને સોપવામાં આવ્યો છે. શુક્રવારે મ્યુનિ. કમિશનરે ચાર્જ છોડી દીધો હતો. જો કે, તેમના સ્થાને હજુ કોઇની નિમણૂંક કરવામાં આવી નથી.જામનગરમાં મ્યુનિ. કમિશનર સતીષ પટેલની ગાંધીનગર મધ્યાન ભોજન યોજનાના કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી.

આથી તેમણે શુક્રવારે ચાર્જ છોડી દીધો હતો. તેમના સ્થાને કોઈ નિમણૂક કરવામાં આવી નથી ત્યારે તુરંત તેનો હોદ્દાનો ચાર્જ જામનગર જિલ્લા કલેકટર રવિશંકરને સોપવામાં આવ્યો છે. આગામી સમયમાં હજુ પણ આઈએએસની બદલી બઢતી થવાની હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે જામનગરમાં મ્યુનિ. કમિશનર માટે પણ વિધિવત નિમણૂકનો આદેશ થવાની શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...