તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરીજનોમાં ભારે રોષ:મુંબઇની એકમાત્ર ફલાઇટ 30 જુલાઇ સુધી બંધ

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાકાળમાં મુસાફરીની અપૂરતી સુવિધા વચ્ચે ફલાઇટ બંધ થતાં ઉધોગકારો અને વેપારીઓની મુશ્કેલી બેવડાશે

જામનગરથી મુંબઇની એકમાત્ર એરઇન્ડિયાની ફલાઇટ 30 જુલાઇ સુધી બંધ કરવામાં આવી છે. દરરોજ 50 થી 60 મુસાફરો ફલાઇટમાં મુસાફરી કરતા હોવા છતાં ફલાઇટ બંધ કરવામાં આવતા શહેરીજનોમાં ભારે દેકારો બોલી ગયો છે. કોરોનાકાળમાં મુસાફરીની અપૂરતી સુવિધા વચ્ચે ફલાઇટ બંધ થતાં જામનગરના ઉધોગકારો અને વેપારીઓની મુશ્કેલી વધશે તેમાં બે મત નથી.

છેલ્લાં ઘણાં વર્ષોથી જામનગરથી મુંબઇ એકમાત્ર એરઇન્ડિયાની ફલાઇટ કાર્યરત છે. જામનગર બ્રાસઉધોગ તેમજ અન્ય વેપાર-ધંધા મુંબઇ સાથે સંકળાયેલા હોય ઉધોગકારો અને વેપારીઓને આ ફલાઇટ ખૂબજ ઉપયોગી હતી. પરંતુ 2 જૂનથી આ ફલાઇટ એરઇન્ડિયા દ્વારા ઓપરેશન રીઝનથી 30 જુલાઇ સુધી બંધ કરવામાં આવતા ઉધોગકારો અને વેપારીઓમાં દેકારો બોલી ગયો છે. નવાઇની વાત એ છે કે, ફલાઇટમાં દરરોજ 50 થી 60 મુસાફરો ઉડાન ભરતા હોવા છતાં બંધ કરવામાં આવતા શહેરીજનોમાં અનેક સવાલ ઉઠયા છે.

ટ્રાફીક મળતો હોવા છતાં ફલાઇટ બંધ કરવી અયોગ્ય
જામનગરથી મુંબઇ એકમાત્ર ફલાઇટ હોય દરરોજ સારો ટ્રાફીક મળતો હતો. છતાં બે મહિના શા માટે બંધ કરવામાં આવી તે સમજાતું નથી. ફલાઇટ બંધ થવાથી ઉધોગકારોને ખૂબ જ તકલીફ પડશે. કારણ કે, મહારાષ્ટ્ર અનલોક થતાં જામનગરના ઉધોગકારોનો મુંબઇ સાથે વેપાર ચાલુ હોય રાજકોટ કે અમદાવાદથી ફલાઇટમાં મુંબઇ જવું પડશે. આથી તકલીફ વધશે. કોરોનાનું સંક્રમણ ઘટતા છૂટછાટ વખતે ફલાઇટ બંધ કેમ કરવામાં આવી તે સમજાતું નથી.> લાખાભાઇ કેશવાલા, પ્રમુખ, જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન

એરઇન્ડિયાએ ઓપરેશન રીઝન આપી ફલાઇટ બંધ કરી
જામનગરથી મુંબઇ જતી એરઇન્ડિયાની ફલાઇટ 15 મે સુધી સપ્તાહમાં રવિવાર, સોમવાર, બુધવાર અને શુક્રવારના ઉડાન ભરતી હતી. ત્યારબાદ 15 થી 30 મે સુધી શુક્રવાર અને રવિવારના ઉડાન ભરતી હતી. 2 જૂનથી સપ્તાહમાં ત્રણ વખત ઉડાન ભરશે તેમ એરઇન્ડિયાએ જણાવ્યું હતું. પરંતુ ઓપરેશન રીઝન આપી ફલાઇટ 2 જૂનથી 30 જુલાઇ સુધી બંધ કરાઇ છે. જે ચાલુ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.> સચીન ખંગાર, એરપોર્ટ ડાયરેકટર, જામનગર

વેપારીઓ, ઉદ્યોગકારોની તકલીફ વધશે, રજૂઆત કરાઇ
જામનગર-મુંબઇની એકમાત્ર ફલાઇટ બંધ કરવામાં આવતા વેપારીઓ અને ઉધોગકારોની તકલીફ વધશે. કારણ કે, મુંબઇ જવા માટે રાજકોટ કે અમદાવાદથી ફલાઇટમાં જવું પડશે. જેના કારણે રાજકોટ કે અમદાવાદ કાર કે અન્ય વાહનમાં જવું પડતા સમય અને નાણાં બંનેનો વ્યય થશે. આ ફલાઇટ તાકીદે પુન: શરૂ થાય તે માટે ઉડ્ડયન મંત્રાલયને રજૂઆત કરવામાં આવી છે. > બિપેન્દ્રસિંહ જાડેજા, પ્રમુખ, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ

અન્ય સમાચારો પણ છે...