તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:મ્યુકરના 19 દર્દીએ અધુરી સારવારે જ હોસ્પિટલ છોડી

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 60 સર્જરીમાં મો-નાકનો હિસ્સો કાઢવો પડ્યો
  • કોરોનાથી 1 મોત, 3 કેસ: 2 દર્દી ડિસ્ચાર્જ

જામનગર શહેર-જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો દિનપ્રતિદિન નીચે ઊતરતા છેલ્લાં 3 સપ્તાહથી કેસનો આંકડો સિંગલ ડીઝીટમાં જ રહ્યો છે. સોમવારે શહેરમાં 1 અને જિલ્લામાં 2 મળી કુલ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે 2 દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા છે.

છેલ્લાં 24 કલાક દરમિયાન જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાં એક દર્દીનું મૃત્યુ નિપજયું છે. જી. જી. હોસ્પિટલના મ્યુકર માઇકોસિસ વોર્ડમાં અત્યાર સુધીમાં 19 દર્દીએ અધૂરી સારવારે હોસ્પિટલ છોડી દીધી છે. જ્યારે બે દર્દીઓ અધુરી સારવાર સાથે રજા મેળવીને ચાલ્યા ગયા છે. 181 મેજર સર્જરી પૈકી 60થી વધુ દર્દીના જડબા સહિતનો કેટલોક હિસ્સો કાઢવો પડ્યો હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું છે.

મ્યુકર માઇકોસીસ વોર્ડમાં દાખલ થયેલા વધુ ત્રણ દર્દીઓની તબિયતમાં સુધારો થવાથી રજા આપવામાં આવી છે. જ્યારે વધુ એક દર્દીને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઉપરાંત મંગળવારે 2 મેજર સર્જરી કરવામાં આવી હતી, જ્યારે ત્રણ માઇનોર સર્જરી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...