જામનગર માટે ગૌરવની વાત:સ્પેનમાં યોજાનારા ઈન્ટર પાર્લીયામેન્ટ યુનિયન સેશનમાં ભારત તરફથી સાંસદ પૂનમબહેન માડમ પ્રતિનિધિત્વ કરશે

જામનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્પેન જવા માટે સાંસદ સાંસદ નવી દિલ્હીથી રવાના થયા

જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમની સ્પેન ખાતેના એક ખાસ યુનિયન સેશનમાં પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી કરવામાં આવી છે. જેના માટે સાંસદ નવીદિલ્હીથી રવાના થઈ ગયાં છે.

સ્પેન ખાતે યોજાનાર ઈન્ટરપાર્લીયામેન્ટ યુનીયન સેશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે જામનગરના સાંસદ પૂનમબેન માડમની પસંદગી થતાં સ્પેન ખાતે સેશનમાં ભાગ લેવા માટે દિલ્હી રવાના થયેલ છે. તા.૩૦.૧૧.૨૧ સુધી સાંસદ ઈન્ટરપાર્લીયામેન્ટ યુનીયન સેશનમાં સ્પેન ખાતે હાજર રહેનાર હોવાથી આ દિવસો દરમ્યાન કામકાજના દિવસોમાં જામનગરમાં મળી શકશે નહી.

આઈ.પી.યુ. સેશન દરમ્યાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા ખાતે સંસદસભ્યના કાર્યાલય સવારે 9-30થી રાત્રિના 8-30 સુધી રાબેતા મુજબ નિયમીત રીતે કાર્યરત રહેશે.

અન્ય સમાચારો પણ છે...