સાંસદની રજૂઆત:જામનગર, દ્વારકા, મોરબી જિલ્લામાં માવઠાથી થયેલા નુકશાનનું વળતર ચૂકવવા સાંસદે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરી

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કમોસમી વરસાદના કારણે જીરૂ, ચણા, ઘઉં, ધાણા, કપાસ વગેરે પાકોને ભારે નુકશાન થયું
  • સર્વે કરાવી પાકને થયેલા નુકશાનનું તાત્કાલીક અસરથી વળતર ચૂકવવા પુનમબેન માડમની રજૂઆત

ભર શિયાળે જામનગર સહિત રાજ્યભરમાં માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકશાની થઈ છે. ખેડૂતો સહાય માટે સરકારને અપીલ કરી રહ્યા છે ત્યારે સાંસદ પુનમબેન માડમે જામનગર જિલ્લા, દ્વારકા જિલ્લા અને મોરબી જિલ્લાના ખેડૂતોના પાકને થયેલા નુકશાન બદલ તાત્કાલીક અસરથી વળતર ચુકવવાની માંગણી કરી છે.

જામનગર-દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાના વિસ્તારોના ગામોમાં કમોસમી વરસાદના કારણે જીરૂ, ચણા, ઘઉં, ધાણા, કપાસ વગેરે પાકોને નુકશાન થયું છે. જે અંગે સર્વે કરાવીને ખેડૂતોના પાકને થયેલા નુકશાનનું વળતર ચૂકવવા સાંસદ પુનમબેન માડમે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા કૃષિમંત્રી રાધવજી પટેલને રજૂઆત કરી છે. નોંધનીય છે કે શિયાળામાં બે વાર થયેલા માવઠાએ પાકને ભયંકર નુકશાન પહોંચાડ્યું છે તેમજ જુદી જુદી જણસોને ભારે નુકશાની થઈ છે. ત્યારે તાત્કાલીક અસરથી જ ખેડૂતોને વળતર મળે તો તેઓ બેઠા થઈ શકશે એવી સાંસદ દ્વારા રજીઆત કરવામાં આવા છે.

અન્ય સમાચારો પણ છે...