અફડાતફડી:એમ.પી. શાહ કોમર્સ કોલેજના દરવાજા પાસેની દિવાલ પડતા 4 લોકોને ઇજા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાલ તૂટતા ચારેય લોકો કોલેજની અંદરની બાજુ પડી ગયા: મોટી દુર્ઘટના સહેજમાં ટળી: એક વ્યકિતને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
  • સાત રસ્તા સર્કલ નજીક બનેલો બનાવ, બસની રાહને જોતા મુસાફરોમાં દોડધામ, સદ્દનસીબે જાનહાની નહિં

જામનગરમાં સાત રસ્તા સર્કલ નજીક એમ.પી.શાહ કોમર્સ કોલેજના દરવાજા પાસેની દિવાલ અચાનક ધરાશાઈ થતાં 4 લોકોને ઇજા પહોંચી હતી. દિવાલ તૂટતા ચારેય લોકો કોલેજની અંદરની બાજુ પડી ગયા હતાં. જો કે, આ બનાવમાં સદનસીબે જાનહાનિ ટળી હતી. એક વ્યકિતને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. બનાવના પગલે બસની રાહ જોતા મુસાફરોમાં ભારે દોડધામ સાથે અફડાતફડી મચી ગઇ હતી.

જામનગરમાં શનિવારે સવારે 11 વાગ્યાની આસપાસ સાત રસ્તા સર્કલ પાસે આવેલી એમ.પી.શાહ કોમર્સ કોલેજના દરવાજા પાસે આવેલી સિમેન્ટની દિવાલ અચાનક ધરાશાઈ થઇ હતી. આથી આ સ્થળે બસની રાહ જોઇને ઉભેલા એક મુસાફર સહિત ચાર વ્યકિત કોલેજની અંદરની બાજુએ પડી ગયા હતાં. આથી ચારેય લોકોને ઇજા પહોંચી હતી. જે પૈકી એક મુસાફરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.

બનાવના પગલે બસની રાહ જોઇને ઉભેલા મુસાફરોમાં ભારે અફડાતફડી સાથે દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં કોલેજના આચાર્ય દોડી આવ્યા હતાં. દિવાલ ધરાશાઈ થતાં જે ચાર વ્યકિત કોલેજની અંદરની બાજુ એ પડી ગયા હતા તેઓને સ્થળ પર ઉભેલા અન્ય લોકોએ બહાર કાઢયા હતાં. બનાવના પગલે ત્યાં ઉભેલા લોકોના જીવ થોડા સમય માટે તાળવે ચોટયા હતાં.

નબળા કામને કારણે દિવાલ પડી કે કેમ તે તપાસનો મુદો
જામનગરમાં સાત રસ્તા સર્કલ પાસે આવેલી એમ.પી.શાહ કોમર્સ કોલેજના દરવાજાને અડીને આવેલી સિમેન્ટની મસમોટી દિવાલ શનિવારે એકાએક ધરાશાહી થઇ હતી. ત્યારે આ દિવાલ નબળા કામને કે અન્ય કારણોસર પડી કે કેમ તે તપાસનો વિષય બન્યો છે. ત્યારે આ મુદે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ તે સવાલ ઉઠયો છે.

સ્થળ પરના લોકોએ ચારેયને બહાર કાઢયા
​​​​​​​​​​​​​​
જામનગરમાં સાત રસ્તા સર્કલ નજીક એમ.પી.શાહ કોલેજના દરવાજાની પાસેની સિમેન્ટની દિવાલ શનિવારે સવારે અચાનક ધરાશાહી થતાં બસની રાહ જોઇને ઉભેલા મુસાફર સહિત ચાર વ્યકિત કોલેજની અંદરની બાજુએ પડી ગયા હતાં. આથી ચારે વ્યકિતને ત્યાં ઉભેલા અન્ય લોકોએ બહાર કાઢયા હતાં. જો કે, બનાવ બાદ તંત્રના કોઇ વિભાગના કર્મચારીઓ બચાવ કામગીરી માટે ફરકયા ન હતાં.

અન્ય સમાચારો પણ છે...