તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્મદાત્રીએ જ જીવ લીધો:જામનગરમાં ત્રણ સંતાનોને કૂવામાં ફેંકી મોત નિપજાવનાર માતા સામે નોંધાયો હત્યાનો ગુનો, સંતાનોને ફેંક્યા બાદ કૂવામાં ઝંપલાવનાર માતાનો થયો હતો બચાવ

જામનગરએક મહિનો પહેલા
  • વતન ગયેલો પતિ પરત ના આવતો હોવાને કારણે પરિણીતાએ પગલું ભર્યાનું સામે આવ્યું

જામનગરના ધ્રોલ નજીક આવેલા મોરારદાસ ખંભાળિયામાં આજે સામાન્ય માણસના હૃદયને હચમચાવી મૂકતી ઘટના સામે આવી છે. એક માતાએ પોતાનાં ત્રણ સંતાનને કૂવામાં ફેંકી દેતાં તેમનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. સંતાનોને કૂવામાં ફેંક્યાં બાદ માતાએ પણ કૂવામાં ઝંપલાવ્યું હતું, જોકે તેનો આબાદ બચાવ થયો છે. પરિણીતાનો પતિ ત્રણ મહિનાથી વતનમાં ગયો હતો, પરત ના આવતો હોવાથી લાગી આવવાથી તેણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ત્રણ સંતાનોના મોત બાદ પોલીસે માતા સામે હત્યાનો ગુનો નોંંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાળકોના ડૂબી જતાં મોત થયાં એ કૂવાની તસવીર.
બાળકોના ડૂબી જતાં મોત થયાં એ કૂવાની તસવીર.

ત્રણેય મૃતકોની ઉંમર 5 વર્ષ કરતાં ઓછી
મોરારદાસ ખંભાળિયામાં વાડીમાં આવેલા કૂવામાં જે ત્રણ માસૂમનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે તેમની ઉંમર 5 વર્ષ કરતાં ઓછી હોવાનું સામે આવ્યું છે. સૌથી મોટી પુત્રી રિયાની ઉંમર 4 વર્ષે, ત્યાર બાદની પુત્રી માધુરીની ઉંમર અઢી વર્ષ અને સૌથી નાના પુત્ર કનેશની ઉંમર તો માત્ર આઠ મહિના જ હોવાનું સામે આવ્યું છે. ત્રણેય માસૂમના મૃતદેહ કૂવામાંથી બહાર કઢાતાં ફાયરબ્રિગેડના જવાનો અને ગ્રામજનો પણ હચમચી ઊઠ્યાં હતાં.

ત્રણ માસૂમ બાળકોનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં.
ત્રણ માસૂમ બાળકોનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં.

મરવા ઈચ્છતી માતાનો બચાવ, જીવવા ઈચ્છતાં સંતાનોનાં મોત
સ્વાભાવિક છે કે ત્રણેય સંતાનોની ઉંમર પાંચ વર્ષની હોય, એટલે આટલી નાની ઉંમરમાં બાળકોને હજી જીવન-મૃત્યુની જાણ સુધ્ધાં ના હોય. મરવાના ઈરાદા સાથે માતાએ કૂવામાં ઝંપલાવવું હોય એ પહેલાં ત્રણેય બાળકોને પણ કૂવામાં ફેંક્યાં હતાં, જેમાં ત્રણેયનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં, જોકે કૂવામાં ઝંપલાવ્યા બાદ માતાએ કૂવાની પાઈપ પકડી લેતાં તેનો બચાવ થયો હતો. જો કે, હવે પોલીસે દ્વારા માતા સામે તેમના જ ત્રણ સંતાનોની હત્યા નિપજાવ્યાનો ગુનો નોંધવામા આવ્યો છે.

ફાયરબ્રિગેડની ટીમે ત્રણેય માસૂમના મૃતદેહો કૂવામાંથી બહાર કાઢ્યા.
ફાયરબ્રિગેડની ટીમે ત્રણેય માસૂમના મૃતદેહો કૂવામાંથી બહાર કાઢ્યા.

વતન ગયેલો પતિ પરત ના આવતાં લાગી આવ્યું
મેસુડીબેનનો પતિ નરેશ ભૂરિયા ત્રણેક મહિનાથી પોતાના વતનમાં ગયો છે. જ્યારે મેસુડીબેન તેનાં ત્રણ સંતાનો અને સાસુ-સસરા સાથે મોરારદાસ ખંભાળિયામાં રહી ખેતમજૂરી કરતાં હતાં. પોતાનો પતિ લાંબા સમયથી પરત ના આવતાં મેસુડીબેનને લાગી આવ્યું હતું, જેને કારણે આ કરુણ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે હાલ આ મામલે માતા સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

‘છોકરાઓની લાશ પાણીમાં તરે છે ને ભાભી કુવામાં પાઇપ પર લટકે છે !’: અક્ષરશ: FIR
બુધવારે સવારે સાડાસાતેક વાગ્યે હું (સેનીયાભાઇ), મારી પત્ની કેશા, દિકરો પ્રકાશ અને દિકરી લતા વાડી માલિકની બીજી વાડીએ કામ કરવા ગયા હતાં. મારી પુત્રવધુ મેસુડી તેની મોટી દિકરી રીયા (ઉ.વ.4) નાની દિકરી માધુરી (ઉ.વ. અઢીવર્ષ) અને દિકરા કનેસ (8 માસ) અમો જે વાડીએ રહીએ છીએ ત્યાં જ હતાં, દરમિયાન 9 વાગ્યે વાડી માલિકના દિકરા તથા મારો દિકરો પ્રકાશ ટ્રેકટર લઇ અમો જે વાડીએ રહીએ છીએ ત્યાં મીઠું પાણી ન હોય જેથી ગામમાં પાણી ભરવા ગયા હતાં અને ત્યાર બાદ અાશરે અડધો કલાક પછી મને મારા દિકરા પ્રકાશનો ફોન આવ્યો કે, ‘ભાભી છોકરાઓને કુવે નાખી પોતે પણ કુવામાં પડેલ છે અને ભાભી પાણીનો પાઇપ પકડી લટકે છે અને છોકરાઓની લાશ પાણીમાં તરે છે’ એમ કહેતા અમો બધા તે વાડીએ આવેલ જયાં ગામના માણસો ભેગા થઇ ગયા હતાં અને કુવામાં જોતા પાઇપ પકડી મેસુડી લટકતી હતી. મારી પૌત્રી માધુરી તથા કનેસની લાશ પાણીમાં તરતી હતી, બાદ ગામ લોકોની મદદથી રસા વડે મારી પુત્રવધુ મેસૂડીને કુવામાંથી બહાર કાઢી માધુરી અને કનેસની લાશને બહાર કાઢેલ અને મેસૂડીને પુછતા તેણે જણાવ્યું કે, મારો દિકરો નરેશ ત્રણેક મહિનાથી કયાંક જતો રહયો હોય અને ઘરે આવતો ન હોય જેથી તે કંટાળી ગયેલ હોય, પહેલા પોતાના ત્રણેય સંતાન દિકરી રીયા, માધુરી અને પુત્ર કનેસને કુવામાં નાખી પોતે પણ કુવામાં પડેલ અને પોતે ડુબી ન શકતા પાણીની પાઇપ પકડી લીધેલ, જેથી તે બચી ગયેલ, ત્રણેય સંતાન પાણીમાં ડુબી ગયેલ છે તેમ જણાવતા બાદ હજુ મોટી દિકરી રીયાની લાશ બહાર આવી ન હોય, જેથી તેની લાશને કાઢવા ગામલોકોમાંથી કોઇએ ફાયર બ્રિગેડને ફોન કરેલ અને પોલીસ પણ આવી જતાં રીયાની લાશને કુવામાંથી બહાર કાઢી હતી અને પોલીસે કાર્યવાહી કરી હતી. આ બનાવનું કારણ એ છેકે, મારા મોટા દિકરા નરેશની માનસિક સ્થિતિ સારી ન હોય, અમો અમારા વતનમાં હતાં ત્યારે ત્રણેક મહિના પહેલા નરેશ ઘરેથી કયાંક જતો રહ્યો હોય અને ઘરે આવતો ન હોય, જેથી પરીવારના ભરણપોષણ માટે અમો ખંભાલિડા ગામે આવી વાડીનું ભાગ્યુ રાખી ખેતમજૂરી કરતા હતાં, દરમિયાન આજે નરેશની પત્ની મારી પુત્રવધુ મેસૂડી ભુરીયા પોતાના સંતાનો સાથે વાડીએ એકલી હતી ત્યારે પોતાના ત્રણેય સંતાનને વાડીના પાણી ભરેલા કુવામાં નાખી પાણીમાં ડુબાડી દઇ હત્યા કરેલ હોય જે અંગે ધોરણસર થવા મારી ફરિયાદ છે.

અન્ય સમાચારો પણ છે...