અકસ્માત:જામનગરમાં હિટ એન્ડ રનના વધુ એક બનાવમાં માતા-પુત્ર ઘવાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્ત માતા-પુત્રને સારવાર અર્થે ખસેડાયા, વાહન ચાલક છૂ
  • ગુલાબનગરથી અન્નપુર્ણા ચોકડી પાસે મોડીસાંજે સર્જાઈ ઘટના

જામનગરની ભાગોળે હિટ એન્ડ રનનો વધુ બનાવ સામે આવ્યો છે જેમાં ગુલાબનગરથી અન્નપુર્ણા ચોકડી તરફ જતા માર્ગ પર પુરપાટ દોડતા એક ફોર વ્હીલરે સ્કુટરને ઠોકર મારતા સર્જાયેલા અકસ્માતમાં સ્કુટર સવાર મહિલા અને તેના માસુમ પુત્રને નાની મોટી ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા છે. જયારે વાહનચાલક નાશી છુટયાનુ સામે આવ્યુ છે.

સુમાહિતગાર સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર શહેરમાં ગુલાબનગરથી અન્નપુર્ણા ચોકડી તરફ જતા માર્ગ પર ગત મોડી સાંજે એક દંપતિ અને તેનો માસુમ પુત્ર સ્કુટર પર પસાર થઇ રહયા હતા જે વેળાએ એક પુરપાટ વેગે ધસી આવેલા ફોર વ્હીલરના ચાલકે સ્કુટરને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં પ્રિયકાબેન(ઉ.વ. 27) અને તેના પુત્ર જય (ઉ.વ. 03)ને નાની મોટી ઇજાઓ પહોચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.જેમાં મહિલાને પાસંળીના ભાગે ઇજા થયાનુ અને માસુમ બાળક પણ લોહીલુહાણ થયાનુ જાણવા મળ્યુ હતુ.બીજી બાજુ આ અકસ્માત સર્જી ફોર વ્હીલનો ચાલક નાશી છુટયાનુ પણ સામે આવ્યુ છે.આ બનાવના પગલે સ્થળ પર આજુબાજુના લોકો એકત્રિત થયા હતા.અકસ્માતનો ભોગ બનેલો પરીવાર ગુલાબનગર વિસ્તારમાંથી તેના મામાના ઘરે અન્નપુર્ણા ચોકડી તરફ જઇ રહયા હતા જે વેળાએ તેને માર્ગમાં અકસ્માત નડયો હોવાનુ જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...