ફરિયાદ:જામનગરના ગુલાબનગરમાં માતા-પુત્રી પર બે પાડોશીનો હુમલો

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંનેને માર મારી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચાર્યાની પોલીસ ફરિયાદ

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા એક મહિલા અને તેની પુત્રીને આડેધડ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે બે પાડોશી શખસ સામે ફરીયાદ નોંધાઇ છે.ભોગગ્રસ્ત અને આરોપીની પુત્રીઓ વચ્ચે ઝઘડો થતા તેને સમજાવવા જતા બંનેએ ઉશ્કેરાઇ જઇ આ હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ શહેરના ગુલાબનગરમાં રહેતા રાધાબેન પ્રવિણભાઇ ડાભી નામની મહિલાએ પોતાના તથા તેની પુત્રીને આડેધડ માર મારી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે સીટી એ પોલીસ મથકમાં પાડોશી સંજય મનુભાઇ રાઠોડ અને રોહિત મનુભાઇ રાઠોડ સામે ફરીયાદ નોંધાવી છે.

ભોગગ્રસ્ત અને આરોપીની પુત્રીઓ ઝઘડો કરી રહી હતી જે વેળા તેઓને સમજાવવા જતા આરોપીઓએ લાકડાના ઘોકા સાથે ધસી આવી મારી દિકરી સાથે કેમ ઝઘડો કરો છો એમ કહી માતા અને પુત્રીને ગાળો ભાંડી હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...