કોરોના અપડેટ:ખોડિયાર કોલોની, ઉદ્યોગનગર અને પટેલ કોલોની વિસ્તારમાં કોરોનાના સૌથી વધુ કેસ: કમિશ્નર

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના વધુ સંક્રમણ ધરાવતા વિસ્તારોમાં ધન્વતરી રથ દોડાવી કોરોનાના ટેસ્ટ શરૂ કરાયા: માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો કડક અમલવારી

જામનગરમાં કોરોનાનું સંક્રમણ જેટગતિએ વધી રહ્યું છે. જેના કારણે શુક્રવારે એક જ દિવસમાં 40 કેસ નોંધાયા હતાં. ખાસ કરીને શહેરના ખોડિયાર કોલોની, ઉધોગનગર અને પટેલ કોલોની વિસ્તારમાં કોરોનાના સૌથી વધુ કેસ હોવાનું મ્યુનિસિપલ કમિશ્નરે જણાવ્યું છે. આથી શહેરના વધુ સંક્રમણ ધરાવતા વિસ્તારોમાં ધન્વતરી રથ દોડાવી કોરોનાના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. આટલું જ નહીં આ વિસ્તારમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોરોના ગાઇડલાઇનના નિયમોની કડક અમલવારી પણ શરૂ કરાવામાં આવી છે.

જામનગરમાં કોરોનાનું સંક્રમણ સપ્તાહમાં આગની જેમ આગળ વધ્યું છે. જેના કારણે એક જ દિવસમાં કેસનો આંકડો ડબલ ડીઝીટમાં પહોંચી ગયો છે. શુક્રવારે તો શહેરમાં 24 કલાકમાં 40 કેસ નોંધાતા હડકંપ મચી ગયો હતો. કોરોના સંક્રમણને કાબૂમાં લેવા મહાનગરપાલિકાનું તંત્ર ઉંધા માથે કામગીરીમાં લાગ્યું છે. આ અંગે મ્યુનિસિપલ કમિશ્નર વિજયકુમાર ખરાડીએ જણાવ્યું હતું કે, હાલમાં શહેરમાં કોરોનાના કેસ જેટ ગતિએ વધતા કયાં વિસ્તારમાંથી સૌથી વધુ કેસ આવે છે તે વિસ્તાર શોધી તેમાં ખાસ આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં શહેરના ખોડીયાર કોલોની, પટેલ કોલોની અને ઉધોગનગર વિસ્તારમાંથી સૌથી વધુ પોઝિટિવ કેસ આવી રહ્યા છે.

આ વિસ્તારોમાં ધન્વતરી રથ દોડાવી ટેસ્ટ સહિતની આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરવામાં આવી છે. આટલું જ નહીં કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા વિસ્તારોમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોરોનાના નિયમની કડક અમલવારીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. વળી, આ વિસ્તારોમાં કોરોના ટેસ્ટીંગની સંખ્યા પણ વધારવામાં આવી છે. જેથી કોરોનાના માઇલ્ડ લક્ષણ ધરાવતા દર્દીઓને તુરંત સારવાર આપી શકાય અને સંક્રમણને કાબૂમાં લઇ શકાય.

અન્ય સમાચારો પણ છે...