• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • More Than One Lakh People Will Get Relief From Traffic Every Day When The Work Of Digjam Overbridge Of Jamnagar Is Nearing Completion.

શહેરનો ચોથો ઓવરબ્રિજ:જામનગરના દિગ્જામ ઓવરબ્રિજનું કામ પૂર્ણતાના આરે, ખુલ્લો મૂકાતા રોજના એક લાખથી વધુ લોકોને ટ્રાફિકથી રાહત મળશે

જામનગર18 દિવસ પહેલા
  • જૂન માસના અંત સુધીના ઓવરબ્રિજના લોકાર્પણ થઇ શકે છે

જામનગરમાં અંદાજે રૂ. 30 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો દિગ્જામ ઓવરબ્રિજ ઉપયોગ માટે તૈયાર છે. આ ઓવરબ્રિજને ટૂંક સમયમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવાની તૈયારીઓ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આરંભી દેવામાં આવી છે.

95 ટકા પૂર્ણ

જામનગરમાં દિગ્જામ સર્કલથી એરફોર્સ વન તરફના રેલવે ફાટક પાસેના ઓવરબ્રિજનું કામ પૂરું થવાની તૈયારીમાં છે અને ટૂંક સમયમાં જ ખુલ્લો મુકવાની તૈયારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાથી લોકોને રાહત થશે. જ્યારે ડિઝાઇન સર્કલથી એરફોર્સ વન તરફનો રેલવે ફાટક પાસેનો ઓવરબ્રિજનું કામ 95 ટકા પૂર્ણ થઇ ચૂક્યું છે. ત્યારે તંત્ર દ્વારા ઓવરબ્રિજના કામને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

લોકોને ટ્રાફિક સમસ્યાથી રાહત મળશે

ઓવરબ્રિજ પર ઇલેક્ટ્રીક પોલ ફીટીંગ થઈ ચૂક્યા છે અને લાઈટ ફીટીંગનું કામ ચાલુ છે. ત્યારે બીજી તરફ દીવાલોમાં કલર કામ ચાલી રહ્યું છે. જે ઓવરબ્રિજની દિવાલમાં સ્પેશિયલ કલર કામ ચાલી રહ્યું છે. જેમાં બ્લેક અને પીળા કલર મારવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને ઝડપથી લોકો માટે અવર બ્રિજ મહાનગરપાલિકા ખુલ્લો મૂકવાની તૈયારી કરી રહી છે. ઓવરબ્રિજ કારણે નાગરિકો તેમજ વાહન ચાલકોનો સમય પણ બચી જશે અને રોજના એક લાખથી વધુ લોકોને ટ્રાફિક સમસ્યાનો પણ ઉકેલ આવી શકશે.

2019થી બ્રિજનું કામ શરૂ કરાયું

સપ્ટેમ્બર 2019થી બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને રેલવે આવવા માટે મહાનગરપાલિકા દ્વારા 24 કરોડ રૂપિયા તેમજ રેલવે વિભાગ દ્વારા છ કરોડ રૂપિયા ફાળવીને અંદાજિત 20 કરોડના ખર્ચે ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. બીજી બાજુ ઓવરબ્રિજની કુલ લંબાઈની વાત કરીએ તો 601 રનીંગ મીટર રાખવામાં આવી છે તેની પહોળાઈ 7.50 મીટર લેન્ડ અને લંબાઈ 8.30 મીટર સુધી છે.

ભાવેશ જાની, ઇ.સીટી ઈજનેર
ભાવેશ જાની, ઇ.સીટી ઈજનેર

શું કહે છે જામનગરના સિટી એન્જિનિયર

ઓવરબ્રિજ લગભગ આગામી 30 જૂન સુધીમાં આ તમામ વિકાસ પ્રોજેકટનું એકસાથે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થાય તે પ્રકારના પ્રયાસો જામ્યુકોના તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ અથવા તો અંડરબ્રિજ બનાવીને ટ્રાફિક વ્યવસ્થા સરળ બનાવવા રાજ્ય સરકારની નેમ છે. આ માટે બજેટમાં પણ જોગવાઇ કરવામાં આવી છે. જે અંતર્ગત જામનગરમાં દિગ્દામ ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયું છે. રેલવેના હિસ્સાનું થોડુ કામ બાકી છે. જે આગામી દિવસોમાં પૂર્ણ થઇ જશે. તેમ સીટી ઇજનેર ભાવેશ જાનીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...