તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમાકેદાર એન્ટ્રી:જામનગર શહેર જીલ્લામાં ધોધમાર વરસાદ, કોઝવે પાણીમાં તલાટી મંત્રીની કાર ફસાઈ, ખંભાળિયા-કલ્યાણપુરમાં પોણા પાંચ ઇંચ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈલેક્ટ્રીક સામાન શોટ લાગતા બે અબોલ પશુઓના મૃત્યુ
  • જામનગરમાં તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંબા વિરામ બાદ આખરે મેઘરાજા મહેરબાન થતા બુધવારે વહેલી સવારે શરૂ થયેલા વરસાદે ખંભાળિયા અને કલ્યાણપુર પંથકને ધમરોળ્યુ હતુ અને સાડા ચારથી પોણા પાંચ ઇંચ જેટલુ પાણી વરસાવી દિઘુ હતુ.જોડીયામાં મુશળધાર ત્રણ તો ધ્રોલમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો.જયારે લાલપુર, જામજોધપુર-કાલાવડમાં દોઢથી પોણા બે ઇંચ તો ભાણવડ અને દ્વારકામાં એક-એક ઇંચ વરસાદ થયો હતો.જામનગરમાં સમયાંતરે ઝાપટાઓ સાથે અડધો ઇંચ પાણી સાંજ સુધીમાં વરસ્યુ હતુ.મેઘરાજાની મોંઘેરી પધરામણીથી જનહૈયા પુલકિત થયા છે.જયારે ખેડુતોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે.

જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેતરોમાં ઉભો પાક મુરઝાવા લાગતા દુષ્કાળના ભણકારા વાગી રહયા હતા. લાંબા સમય સુધી મેઘરાજાએ વિરામ રાખ્યા બાદ મંગળવારે રાત્રે વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં બુધવારે વહેલી સવારે ખંભાળિયા-કલ્યાણપુર પંથકમાં મુશળધાર વરસાદ શરૂ થયો હતો અને બે-ત્રણ કલાકમાં બે ઇંચથી વધુ પાણી વરસાવી દિધુ હતુ જે બાદ રાત્રી સુધીમાં ખંભાળિયામાં પોણા પાંચ અને કલ્યાણપુરમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો.જોડીયામાં સાંજ મુશળધાર વરસાદે ત્રણ ઇંચ પાણી વરસાવી દિઘુ હતુ.જયારે ધ્રોલમાં બે ઇંચ પાણી પડયુ હતુ.કાલાવડ-લાલપુરમાં સવારે ભારે ગાજવિજ સાથે વરસેલા વરસાદે બપોર સુધી હળવા ઝાપટા સાથે મુકામ કરતા સાંજ સુધીમાં દોઢથી પોણા બે ઇંચથી વધુ પાણી વરસાવ્યુ હતુ.જામજોધપુર પંથકમાં પણ સવારથી સાંજ સુધી હળવા ભારે વરસાદે સવા ઇંચ જેટલુ પાણી ઠાલવી દીઘુ હતુ.ભાણવડ અને દ્વારકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જામનગરમાં મંગળવારે રાત્રીથી સમયાંતરે વરસેલા વરસાદી ઝાપટાઓના પગલે બુધવાર સાંજ સુધીમાં અડધોક ઇંચ પાણી વરસ્યુ હતુ.હાલારના અમુક તાલુકાઓમાં મુરઝાતી મોલાત પર ખરા સમયે જ મેઘકૃપા થતા પાકને નવજીવન મળશે એવી આશા સાથે ખેડુતોમાં પણ ખુશીની લહેર ફેલાઇ છે.

બુધવાર રાત્રે 8 સુધીનો વરસાદ

તાલુકાવરસાદ
ખંભાળિયા118 મીમી
કલ્યાણપુર109 મીમી
કાલાવડ35 મીમી
લાલપુર39 મીમી
જામજોધપુર32 મીમી
ભાણવડ29 મીમી
ધ્રોલ49 મીમી
દ્વારકા27 મીમી
જામનગર12 મીમી
જોડીયા75 મીમી
અન્ય સમાચારો પણ છે...