તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પર્ધા:ઓપન ગુજરાત ઓર્થોપેડિક પોસ્ટ ગ્રેજયુએટ ક્વિઝમાં 80થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેય વિજેતાનું સન્માન કરાયું , રાષ્ટ્રીય કક્ષાની ક્વિઝમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

જામનગરના આંગણે યોજાયેલી ઓપન ગુજરાત ઓર્થોપેડીક પોસ્ટ ગ્રેજયુએટ કવીઝમાં રાજયમાંથી 80 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કવીઝમાં વિજેતા થયેલા ત્રણેય સ્પર્ધકો રાષ્ટ્રીય કક્ષાની કવીઝમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આ તકે વિધાર્થીઓ પગના પેનીના હાડકાના ફ્રેકચરની સરળ સારવારના પાઠ ભણ્યા હતાં.

જામનગર એમ.પી.શાહ મેડકીલ કોલેજ સંલગ્ન જી.જી.હોસ્પિટલના ઓર્થોપેડીક વિભાગના ડો. વિજય સાતાના માર્ગદર્શન હેઠળ રવિવારે મેડીકલ કોલેજમાં ઓપન ગુજરાત ઓર્થોપેડીક પોસ્ટ ગ્રેજયુએટ કવીઝનું આયોજન કરાયું હતું. જેમાં રાજયના જુદા-જુદા જિલ્લામાંથી 80થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કવીઝમાં ડો.જય શાહ, ડો.આકૃત મોદી અને ડો. નિશાંત સુવાગીયા વિજેતા થતાં પ્રમાણપત્ર અને પુરસ્કાર આપી સન્માન કરાયું હતું. આ ત્રણેય વિજેતા રાષ્ટ્રીય કક્ષાની કવીઝમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

આ તકે ડો. કશ્યપ આરદેશણા દ્રારા વિધાર્થીઓને પગની પેનીના હાડકાંના કોમ્પલેકસ ફ્રેકચરની સરળતાથી સારવાર અને ડો. કમલેશ દેવમુરારીએ બાળકોમાં જોવા મળતાં વાકાં-ચૂકા પગની સરળ સારવારની સમજણ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...