વિરોધ પ્રદર્શન:જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેથી 6 હજારથી વધુ સરકારી કર્મચારીઓએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો

જામનગરએક મહિનો પહેલા
  • કર્મચારીઓએ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા કર્મચારી મંડળના પડતર પ્રશ્નની માગણીને લઈને આજે જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેથી 6 હજારથી વધુ સરકારી કર્મચારીઓ દ્વારા રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. જ્યારે ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા કર્મચારી મંડળના પ્રમુખ દિગુભા જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં નવ લાખથી વધુ સરકારી કર્મચારીઓ દ્વારા હડતાલ યોજવામાં આવી છે ત્યારે જામનગરમાં 6 હજારથી વધુ કર્મચારીઓ રેલીમાં જોડાયા હતા અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જ્યારે મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ રેલીમાં જોડાયા હતા અને પોતાના પડતર પ્રશ્નની માંગણી સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા કર્મચારી મંડળ પડતર માગણીઓને લઈને આજે રેલી યોજવામાં આવી હતી ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જ્યારે મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ રેલીમાં જોડાયા હતા અને કલેક્ટર ઓફિસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જ્યારે જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્ને રાજ્ય સરકાર કર્મચારીઓ સામે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા જ્યારે સપ્ટેમ્બર માસમાં પાંચ ટકામાં આંદોલન જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે આજરોજ રાજ્યના તમામ જિલ્લામાં જિલ્લા કક્ષાએ રેલી અને કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેથી ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા કર્મચારી મંડળ દ્વારા રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાના પડતર પ્રશ્ને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

6 હજારથી વધુ કર્મચારીઓ જોડાયા
ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા કર્મચારી મંડળના પ્રમુખ દિગુભા જાડેજા અને રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા પણ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેથી રેલીફમાં જોડાયા હતા અને કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જ્યારે રાજ્યભરમાંથી સાત લાખ કર્મચારીઓ આંદોલનમાં જોડાયા છે અને જામનગરમાંથી 6 હજારથી વધુ કર્મચારીઓ રેલીમાં જોડાયા અને કલેક્ટર કચેરી પહોંચી કલેકટરને આવેદનપત્ર પાઠવી હતું અને પોતાના પડતર પ્રશ્નની રજૂઆત કરી હતી.

કર્મચારી મંડળની 15 મુખ્ય માંગણીઓ
જૂની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવી., ફિક્સ પગાર પ્રથા બાબતે સરકારશ્રીએ નામ, સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલ SPL 14124-14125/2012 પીર્ટીશન પરત ખેંચી ફિક્સ પગારની પ્રથા મુળ અસરથી બંધ કરી નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ મૂળનિમણૂંકથી તમામ લાભ આપવામાં આવે, સાતમા પગારપંચના બાકી ભથ્થા તા.1-1-2016ની અસરથી લાગુ કરવામાં આવે., રહેમરાહે નિમાયેલ કર્મચારીઓની નોકરી મૂળ નિમણૂંક તારીખથી તમામ હેતુ માટે સળંગ ગણવી., શૈક્ષણિક કર્મચારી સિવાયના કર્મચારીઓને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માફક 10,20,30 વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ પગાર મર્યાદા સિવાય આપવો., રૂ।.10/- લાખની મર્યાદામાં કેશલેસ મેડીક્લેમની મર્યાદા આપવી.,વય નિવૃત્તિ 58વર્ષથી વધારી ભારત સરકારના કર્મચારીઓ માફક 60 વર્ષ કરવી.,30મી જુને વય નિવૃત્ત થતા કર્મચારીઓને એક ઈજાફા સહિત પેન્શનનો લાભ આપવો.,ચાલુ ફરજ દરમ્યાન અવસાનના કિસ્સામાં વારસદારને અપાતી ઉચ્ચક નાણાકિય સહાયને બદલે અગાઉની જેમ જ ત્રણ મહિનામાં પુરા પગારમાં રહેમરાહે નોકરી આપવી.,45વર્ષની વય મર્યાદા બાદ કર્મચારીઓને ખાતાકીય પરીક્ષાઓમાંથી મુક્તિ આપી બઢતી અને ઉચ્ચત્તર પગાર ધોરણના લાભ આપવા.

આ ઉપરાંત પૂર્વસેવા તથા ખાતાકીય પરીક્ષામાં 60%એ મુક્તિની જોગવાઈ દુર કરી, પાસ થવાના 50% માર્કસના ધોરણને બદલે 40% કરવામાં આવે અને ખાતાકીય પરીક્ષાના પાંચ વિષયોના સ્થાને ત્રણ વિષયો રાખવામાં આવે અને અંગ્રેજી વિષયનું પેપર રદ કરી ગુજરાતી વિષયનું પેપર રાખવામાં આવે., પંચાયત, બોર્ડ-નિગમ, નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓ તથા વર્કચાર્જ રોજમદાર કર્મચારીઓને સાતમા પગારના તફાવત સહિતના તમામ લાભ આપવા અને રાજ્ય સરકારના કર્મચારી ગણવા.,વર્ગ-3 અને વર્ગ-4 માં આઉટ સોર્સિંગ પ્રથામાં થતું શોષણ દૂર કરી નિયમિત ભરતી કરવી અને અનુભવી કર્મચારીઓને અગ્રતાના ધોરણે નિયમિત કરવા.,કર્મચારીઓને નિવૃત્તિ વખતે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દરમાં તથા મુદતમાં ઘટાડો કરવો.,બદલીપાત્ર કર્મચારીઓને સબંધિત જિલ્લામાં તથા બિન બદલીપાત્ર સચિવાલય સહિતના કર્મચારીઓને ગાંધીનગરમાં રાહતદરના પ્લોટની ફાળવણી કરવી.

અન્ય સમાચારો પણ છે...