હાલાકી:જામનગર સહિતના ડેપોમાં આજથી 2 દિવસ સુધી એસટી બસના 50 ટકાથી વધુ રૂટ રદ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ ચૂંટણી કામગીરી અંતર્ગત 151 બસની ફાળવણી કરવામાં આવી

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ જામનગરની 280થી વધુ બસમાંથી 151 બસની ચુંટણી કામગીરી માટે ફાળવણી કરાતા આજથી બે દિવસ સુધી અનેક બસના રૂટ રદ થશે અને લગભગ 50 ટકા સંચાલન બધં રહેશે. આ તમામ બસો આજ સાંજથી ચૂંટણી કામગીરી અંતર્ગત સોંપાયેલા સ્થળે જવા રવાના થશે અને તા.1 ડિસેમ્બરે મતદાનની કામગીરી પૂર્ણ થયા બાદ પરત ફરશે.

જામનગર ડિવિઝન હેઠળ અાવતા દ્વારકા, ધ્રોલ, જામજોધપુર, લાલપુર સહિતના પાંચેય ડેપોમાં અંદાજે કુલ 151 બસની ફાળવણી કરવામાં આવી છે. આ બસની ફાળવણી કરવામાં આવતા 50 ટકા સંચાલનમાં બસ દોડાવવામાં આવશે જેથી અપડાઉન કરતા મુસાફરો સહિત છાત્રોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. ખાસ કરીને લોકલ બસના રૂટો બંધ કરવામાં આવશે.

151 બસની ફાળવણી કરાઇ છે
જામનગર ડેપો સહિતના પાંચેય ડેપોમાંથી મળીને કુલ 151 બસની ફાળવણી ચૂંટણી કામગીરી અંતર્ગત 2 દિવસ માટે ફાળવણી કરવામાં આવી છે. > બી.સી. જાડેજા, વિભાગીય નિયામક, જામનગર.

ગામડાના મુસાફરોને 2 દિવસ સુધી પારાવાર હાલાકી પડશે
જામનગર ડિવિઝન હેઠળ આવતા પાંચેય ડેપોમાંથી બે દીવસ ચૂંટણી કામગીરી માટે 125 બસની ફાળવણી કરવામાં આવી છે ત્યારે જામનગર તાલુકા અને જિલ્લાના ગામડાના મુસાફરાેને અાવાગમન કરવામાં ભારે પરેશાનીનો સામનો કરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...