તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહામારી સામે જંગ:જામનગર જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં 450થી વધુ ગ્રામજનોએ કોરોનાને મહાત આપી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોને પોતાના વિસ્તારમાં તત્કાલ સારવાર મળે તે માટે 39 કોવિડ સેન્ટર કાર્યરત
  • 645 બેડની વ્યવસ્થા, ઓક્સિજન સુવિધાથી 160 બેડ સજજ: કુલ 130 ઓક્સિજન સિલિન્ડર ફાળવાયા

જામનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. મહામારીના બીજા તબકકામાં ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણનો વ્યાપક ફેલાવો જોવા મળ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોને કોરોનામુક્ત કરવા ગ્રામજનોને સમયસર અને સઘન સારવાર મળી રહે તે માટે જિલ્લાના 9 સહિત 30 કેન્દ્ર ખાતે કોવિડ-19ની સારવાર ઉપલબ્ધ છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર વહીવટી તંત્ર દ્વારા 130 જેટલા ઓક્સિજન સિલિન્ડર્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

જિલ્લા આરોગ્ય અધિકારી બી.પી. મણવરે જણાવ્યું હતું કે, દર્દીઓને ઓક્સિજન સાથેની સારવાર માટે જિલ્લાના જાંબુડા, ધ્રોલ, જામજોધપુર, જોડીયા, ધુતારપર, લાલપુર, કાલાવડ, સિક્કા અને ડબાસંગ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કુલ 130 ઓક્સિજન સિલિન્ડર ફાળવવામાં આવ્યા છે. નવ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કુલ 168 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 100 ઓક્સિજનની સુવિધાથી સજ્જ બેડ છે. અત્યાર સુધીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સઘન સારવાર મેળવી 450થી વધુ ગ્રામજનોએ કોરોનાને માત આપી છે.

સરેરાશ 100 દર્દીઓ સારવાર મેળવી રહયા છે. જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 9 સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત 30 કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. 28 ગામમાં સમાજવાડી અથવા તો શાળામાં કોવિડ કેર સેન્ટરની વ્યવસ્થા કરાઇ છે. જેમાં ઓક્સિજન સાથેના 160 સહિત કુલ 645 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આવશ્યકતા અનુસાર બેડ વધારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...