આજે એટલે કે સોમવારે વર્લ્ડ ડાયાબિટીસ અને ચિલ્ડ્રન્સ ડે છે. બાળકોમાં દિન પ્રતિદિન ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે. હાલારમાં દર વર્ષે બાળ ડાયાબિટીસના ટાઈપ-1 નવા 40 થી 50 કેસ નોંધાઇ રહ્યા છે. આટલું જ નહી 450 થી 500 બાળકો જી.જી હોસ્પિટલમાં બાળ ડાયાબિટીસની સારવાર લઈ રહ્યા છે, તેમ જી.જી. હોસ્પિટલના એડિશનલ પ્રોફેસર અને બાળકોના ડોક્ટર સોનલબેન શાહે જણાવ્યું હતું.
વધુમાં તેણીએ કહ્યું હતું કે ડાયાબિટીસ ટાઈપ-વન અને ટાઈપ-ટુ તેમ બે પ્રકારના હોય છે. જેમાં ટાઈપ વનમાં શરીરમાં ઇન્સ્યુલિન બનતું બંધ થઈ જાય છે.( આપણા શરીરમાં સુગરને કંટ્રોલ રાખવા માટે જે હાર્મોન હોય છે તેને ઇન્સ્યુલિન કહેવામાં આવે છે.) મુખ્યત્વે ટાઇપ વન ડાયાબિટીસ નવજાતથી લઈને 18 વર્ષના બાળકોમાં જોવા મળે છે.
જે મોટા ભાગે વારસાગત, અમુક પ્રકારના વાયરલ ઇન્ફેક્શન અથવા તો કોઈ પણ કારણોસર સ્વાદુપિંડને નુકસાન થયું હોય તે સ્થિતિમાં બાળકોને ડાયાબિટીસ થાય છે. ડાયાબિટીસની લાંબા સમય સુધી જો સારવાર કરવામાં ન આવે અને ડોક્ટરની સલાહ મુજબ ઇન્સ્યુલિન લેવામાં ન આવે તો બાળક કોમામાં જઈ શકે છે. ઉપરાંત તેના મગજમાં સોજો આવે છે અને બેભાન પણ થઈ શકે છે. તો અમુક કિસ્સામાં તેના જીવ પર પણ જોખમ પણ ઉભું થાય છે તેમ તબીબે ઉમેર્યું હતું.
છોકરાની સરખામણીએ છોકરીઓમાં પ્રમાણ વધુ
હાલારમાં છોકરાની સરખામણીએ છોકરીઓમાં ડાયાબિટીસનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. જો કે આ માટે કોઈ ચોક્કસ કારણ નથી. પરંતુ છોકરીઓમાં ઓટો એમ્યુન્ડિસિસ વધારે હોવાથી ડાયાબિટીસનું પ્રમાણ વધુ જોવા મળે છે. સામાન્ય રીતે બાળકોમાં જમ્યા પહેલાં 120 થી ઓછું અને જમ્યા પછી 180 થી વધારે ડાયાબિટીસ ન હોવું જોઈએ. પરંતુ બાળકોમાં પણ 750 થી 800 ડાયાબિટીસ નોંધાયું છે.
વર્ષ 1922માં ઇન્સ્યુલિનની શોધ થઈ હતી
વર્લ્ડ ડાયાબિટીસ ડે દર વર્ષે 14 નવેમ્બરે સર ફ્રેડરિક બેન્ટિંગ ના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમણે 1922માં ચાર્લ્સ બેસ્ટ સાથે ઇન્સ્યુલિનની શોધ કરી હતી. વિશ્વ મધુપ્રમેહ દિવસ 1991માં ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા આ રોગથી વધતી જતી ચિંતાઓને ધ્યાનમાં રાખીને અને તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે મનાવવામાં આવ્યો હતો.
ટાઈપ-1 ડાયાબિટીસના લક્ષણો અને નિશાનીઓ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.