અભયમ હેલ્પલાઈનના આઠ વર્ષ પૂર્ણ:જામનગરમાં 181 હેલ્પલાઈન દ્વારા 30 હજારથી વધુ મહિલાઓને મદદ કરાઈ

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગર જિલ્લામાં અત્યાર સુધી 181 ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન થકી 30461 જેટલી મહિલાઓને મદદ મળી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તે દિશામાં ગુજરાત સરકાર કામગીરી કરી રહી છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન, મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહિલા હેલ્પલાઈન”ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે 8 માર્ચ 2015ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી “181 અભયમ મહિલા હેલ્પલાઈન” શરુ કરવામાં આવી હતી.

જામનગર જિલ્લામાં 8 વર્ષમાં181 ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા કુલ 30461 જેટલા મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ- સુચન, માર્ગદર્શન અને બચાવની મદદ પુરી પાડેલ છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર 181 અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટીમે 6906 જેટલી મહિલાઓને મદદ પુરી પાડેલ છે.

વર્ષ 2022માં જામનગર 181 અભયમ હેલ્પલાઇન દ્વારા 841 પીડિત મહિલાઓને ઘટના સ્થળ પર જ મદદ પહોચાડવામાં આવી હતી. જેમાંથી 544 જેટલા કિસ્સાઓમાં કુશળ કાઉન્સિલિંગ દ્વારા સ્થળ પર જ સમાધાન કરી નિરાકરણ લાવવામાં આવેલ અને અન્ય 268 જેટલા કિસ્સાઓમાં પીડિતાની ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિત મહિલાઓને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન,મહિલા સહાયતા કેન્દ્ર,સખી વન સ્ટોપ સેન્ટર વગેરે મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઈ જઈ આગળની કાર્યવાહી કરાવવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં 1,76,102થી વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. 181 અભયમના લીધે અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઇને 2,39,901 જેટલા મહિલાને મદદ પુરી પાડેલ છે.1,49,335 જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરેલ છે. 71,872 જેટલી મહિલાઓના ગંભીર પ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસક્યું વાન દ્વારા રેસક્યુ કરીને લાંબાગાળાના કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવેલ છે. રાજ્યની મહિલાને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અધ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને ઇન્ટીગ્રેટેડ 181અભયમ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે.

જશવંત પ્રજાપતિ ચિફ ઓપરેટિંગ ઓફીસર, જીવીકે ઇએમઆરઆઇએ ગુજરાતીઓને શુભકામના આપતા જણાવ્યું છે કે “181અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્રારા મહિલા સશક્તિકરણના ક્ષ્રેત્રમાં એક ખુબ મહત્વની સેવા તરીકે સાબિત થઈ છે. આ સેવાથી મહિલાઓને કટોકટીની પળોમાં તાત્કાલીક પ્રતિસાદ આપી મુંજવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે. આજના દિવસે તેઓશ્રીએ ગુજરાત સરકારનો આભાર માનવા સહ ગુજરાતમાં 24 X 7 કાર્યરત રહેતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમની સરાહના કરતાં જણાવ્યું કે સમગ્ર દેશમાં એક અભિનવ હેલ્પલાઇન તરીકે પ્રસ્થાપિત થયેલ છે તેમજ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણની દિશામાં ગુજરાતએ શ્રેષ્ઠ ગુણવત્તાનું ‘આદર્શ રાજ્ય’ બનવા પામેલ છે.”

181 હેલ્પલાઇનની વિશેષતા

  • મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સુચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક સહાય આપી છે.
  • 108 ની સેવા તેમજ ટેકનોલોજી નો ઉપયોગ કરી ૨૪ કલાક સેવાઓ આપતી હેલ્પ લાઈન કાર્યરત કરેલ છે.
  • પીડિત મહિલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું.
  • મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવી.
  • મહિલાઓ આ સેવા અંતર્ગત મુખ્યત્વે નીચે મુજબની સેવાઓ મેળવી શકે છે.
  • ફોન ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન, કાઉન્સેલિંગ વી. ની માહિતી કોઈ મહિલા ઉપર કોઈ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્ક્યુ ની સેવા

જરૂરી માહિતીમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ જેવીકે મહિલા પોલીસ સ્ટેશન, વન સ્ટોપ સેન્ટર, મફત કાનૂની સહાય સેવાઓ, કાઉન્સેલિંગ સેન્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, મહિલા અને બાલ વિકાસ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા આયોગ,નારી સંરક્ષણ ગ્રુહ વી. મહત્વના માળખાઓની સંપર્ક માહિતી તેમજ કોન્ફરંસ દ્વારા સીધૂ જોડણ કરવામાં આવે છે. સાથેજ, સરકાર દ્વારા મહિલાઓના વિકાસ માટે શરુ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તે મેળવવા માટેના સ્થાનિક સંપર્કની માહિતી આપવામાં આવે છે.

કયા કયા પ્રકારની હિંસા સામે મહિલાને મદદ મળી શકે?

મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો) શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી માહિતી (કાર્યક્રમો, યોજનાઓ, સેવાઓ) આર્થીક ઉપાર્જન, વ્યવસાયને લગતા પ્રશ્નો

અન્ય સમાચારો પણ છે...